ઝેરના પાર્સલ મોકલીને કેનેડીયન નાગરિકે ૧૧૭ લોકોને મારી નાખ્યા

  • December 14, 2023 11:19 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કેનેડામાં એક વ્યકિતએ ઝેરના પાર્સલ મોકલીને એક બે નહીં પણ કુલ ૧૧૭ લોકોને મોતને ઘાટ ઉતાર્યા છે. એક રિપોર્ટ પ્રમાણે આ આરોપીનું નામ કેથોન લો છે. તેની ઉંમર ૫૮ વર્ષની છે. આરોપી પર આરોપ છે કે તે દુનિયાભરમાં યુવકોને આત્મહત્યા કરવાની સલાહ આપતો હતો. આટલું જ નહીં આરોપીએ યુવકને આત્મહત્યા કરવામાં પણ મદદ કરી હતી.


રિપોર્ટમાં કેનેડિયન પોલીસને ટાંકીને લખવામાં આવ્યું છે કે, આરોપી કેથોન કેનેડાના લોકોને ૧૬૦થી વધુ ઝેરી પદાર્થ મોકલ્યા હતા. આ સિવાય તેણે ૪૦ થી વધુ દેશોના એડ્રેસ પર આવા લગભગ ૧૨૦૦ પેકેજ મોકલ્યા છે. પીડિતોની ઉંમર ૧૬થી ૩૬ વર્ષની વચ્ચે છે.


પોલીસે એમ પણ કહ્યું છે કે, તેમની પાસે આરોપીઓની ઉશ્કેરણીથી વિદેશમાં થયેલી આત્મહત્યાનો કોઈ ડેટા નથી. તે જ સમયે, કેનેડિયન બ્રોડકાસ્ટિંગ કોર્પેારેશને સત્તાવાર આંકડાઓ અને નિવેદનોને ટાંકીને કહ્યું કે, વિશ્વભરમાં આવા ૧૧૭ મૃત્યુ થયા છે. આમાંના મોટાભાગના કેસ બ્રિટનના છે.

વધુમાં બ્રોડકાસ્ટિંગ કોર્પેારેશને એમ કહ્યું કે, ન્યુઝીલેન્ડ, ફ્રાન્સ, આયર્લેન્ડ, ઈટાલી, જર્મની અને સ્વિટઝરલેન્ડના અધિકારીઓએ પુષ્ટ્રિ કરી છે કે, આરોપીઓએ તેમના દેશોમાં પણ આવા પેકેજ મોકલ્યા છે. આરોપો અનુસાર, કેનોથે પીડિતો સુધી પહોંચવા માટે ઘણી વેબસાઇટસનો ઉપયોગ કર્યેા હતો. પોલીસના જણાવ્યા અનુસાર, આમાંથી ઘણી વેબસાઈટ અન્ય દેશોમાંથી ઓપરેટ થાય છે. કેનેડિયન કાયદો અહીં લાગુ પડતો નથી. આરોપી હાલ જેલમાં છે અને કેનેડાની કોર્ટમાં તેની આગામી રજૂઆત ૧૯ ડિસેમ્બરે થશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application