જેતપુર ઉધોગનગર પોલીસને ગાંજા બાબતે મળેલ પૂર્વ બાતમીને આધારે શહેરના રબારીકા રોડ પર વોચ ગોઠવી હાલ વીરપુર રહેતા પરપ્રાંતીય શખ્સને ૩.૭૯૩ ગ્રામ વનસ્પતિજન્ય ગાંજાના ઘટકો કિંમત પિયા ૩૭,૯૩૦ સાથે ઝડપી લીઇ એનડીપીએસ એકટ હેઠળ તેના વિદ્ધ ફરીયાદ દાખલ કરી હતી.
ઔધોગિક શહેર જેતપુરમાં મોટા ભાગના સાડીઓના કારખાનાઓમાં પરપ્રાંતીય કારીગરો જુદીજુદી મજૂરી કામ કરે છે. તેમાંથી ઘણા ખરા નશો કરવાના આદિ છે જેમાં કેફી પ્રવાહી, ગાંજો વગેરેનો નશો કરતા હોય છે. અને પરપ્રાંતીય ઉપરાંત ઘણા સ્થાનિકો પણ નશો કરે છે. આવા નસેડીઓને પ્યાસ બુજાવવા માટે કેટલાક પરપ્રાંતીય વનસ્પતિજન્ય ગાંજો પૂરો પાડતા હોવાની ઉધોગનગર પોલીસને માહિતી મળેલ હતી.
આ માહિતીના આધારે પોલીસે કાગળીય કાર્યવાહી બાદ બાતમીવાળી જગ્યા રબારીકા રોડ ખાતે સરકારી પંચો સાથે વોચ ગોઠવી હતી. થોડી જ વારમાં જેની બાતમી હતી તેવો શખ્સ નજરે પડતા પોલીસે તેને રોકી તેની પાસે રહેલ થેલાની તલાસી લેતા તેમાંથી વનસ્પતિજન્ય ભેજયુકત ગાંજો મળી આવ્યો હતો. આ પ્રતિબંધિત ગાંજો જ છે કે બીજું કઈં તે નક્કી કરવા માટે એફએસએલના અધિકારીને બોલાવી પૃથક્કરણ કરાવતા ગાંજો હોવાની પુષ્ટ્રિ થઈ હતી. જેથી વનસ્પતિજન્ય ગાંજો લાવનાર હાલ વીરપુર રહેતો પ્રકાશમણીકુમાર રામબાબુ સિંઘ મૂળ રાધોપુર જિલ્લ ો વૈશાલી બિહારના શખ્સ સામે એનડીપીએસ કલમ ૮(સી), ૨૦બી(૨–બી) મુજબ ગુન્હો નોંધી તેની ધરપકડ કરી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદ્વારકામાં 27 વર્ષની યુવતિનું હૃદયરોગના હુમલાથી નિધન
November 25, 2024 01:45 PMજામનગર સાઇકલીંગ ક્લબના ૪ સાઈક્લીસ્ટો દ્વારા 75 કલાકમાં રેકોર્ડબ્રેક, સતત 1000 કિલોમીટરસાઇકલ ચલાવી
November 25, 2024 12:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech