જામનગરમાં ગોકુલ નગરમાં રાહદારી મહિલાને બાઇકની ઠોકરે ઇજા: ખોડીયાર કોલોની નજીક કારની ઠોક કરે બાઈક ચાલક ઘાયલ
જામનગર શહેર અને સિક્કામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ત્રણ અકસ્માત સર્જાયા છે, જેમાં એક ૫૫ વર્ષના આધેડનો ખાનગી લક્ઝરી બસની ઠોકરે ભોગ લેવાયો છે, જ્યારે અન્ય બે વાહન અકસ્માતમાં એક રાહદારી મહિલા તેમજ એક બાઈક ચાલકને ફ્રેક્ચર સહિતની ઇજા થઇ છે.
અકસ્માતનો પ્રથમ બનાવ જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર સિક્કા પાટીયા પાસે બન્યો હતો, જયાં ગઈકાલે સવારના ૯.૦૦ વાગ્યાના અરસામાં પુર ઝડપે આવી રહેલી જીજે ૧૮ એ.વી. ૬૩૯૭ નંબરની ખાનગી લકઝરી બસના ચાલકે બેડ ગામમાં રહેતા કાદરભાઈ ઓસમાણભાઈ કંડીયા નામના ૫૫ વર્ષના આધેડને હડફેટમાં લઈ ગંભીર ઇજા પહોંચાડતાં તેઓનું મૃત્યુ નીપજયું હતું.
આ અકસ્માતના બનાવ અંગે મૃતકના પુત્ર સાદીકભાઈ કાદરભાઈ કંડીયાએ મેઘપર પોલીસને જાણ કરતાં મેઘપર પોલીસે મૃતદેહ નો કબજો સંભાળ્યો છે, જ્યારે અકસ્માત સર્જનાર ખાનગી લક્ઝરી બસનો ચાલક બસ છોડીને નાસી છૂટ્યો હોવાથી પોલીસે રેઢી પડેલી બસ કબજે કરી લઇ તેના ચાલકની શોધખોળ હાથ ધરી છે.
અકસ્માતનો બીજો બનાવ જામનગરમાં ગોકુલનગર રડાર રોડ પર બન્યો હતો. જ્યાંથી પગપાળા ચાલીને જઈ રહેલા ટમુબેન વાલજીભાઈ જાખેલીયા નામના ૪૯ વર્ષના રાહદારી મહિલાને જી.જી.-૧૦ ડી.સી. ૪૪૬૬ નંબરના બાઈકના ચાલકે હડફેટમાં લઈ ફ્રેકચર સહિત ની ઈજા પહોંચાડ્યા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.
આ ઉપરાંત જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાંથી બાઈક લઈને પસાર થઈ રહેલા અરૂણભાઇ આંબાભાઈ કુડેચા નામના બાઈક ચાલક યુવાનને જી.જે. ટી.એક્સ. ૩૧૨૮ નંબરની ઇકો કારનાં ચાલકે ઠોકરે ચડાવી ફ્રેક્ચર સહિતની ઇજા પહોંચાડી છે. જે અકસ્માતના બનાવ અંગે બાઈક ચાલકે ઇકો કારના ચાલક યોગેશભાઈ કુબાવત સામે સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશ્રીલંકાની સરકારે ગૌતમ અદાણી સાથેનો વીજ ખરીદી કરાર આ કારણથી કર્યો રદ્દ
January 24, 2025 07:43 PMજામનગરના આકાશમાં આવતીકાલ તા.૨૫ તથા તા.૨૬મી જાન્યુઆરીના રોજ સર્જાશે અદ્ભુત દ્રશ્યો
January 24, 2025 07:12 PMમહાકુંભ મેળામાં જતા યાત્રિકો માટે ખુશખબર: પશ્ચિમ રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનોમાં વધારાના કોચ
January 24, 2025 07:03 PMસિવિલ મેડિસિટી બની મેડિકલ ટુરિઝમનું કેન્દ્ર: આંતરરાષ્ટ્રીય સ્તરે જટિલ સર્જરી સફળતાપૂર્વક સંપન્ન
January 24, 2025 07:02 PMનળ સરોવરમાં પક્ષીઓની ગણતરી, 25 અને 26 જાન્યુઆરીએ પ્રવેશ બંધ
January 24, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech