કાળુભાર નદીમાં કુંભારવાડાની ૫ વર્ષીય બાળકી ડૂબી, શોધખોળ જારી

  • September 02, 2024 04:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઉમરાળા તાલુકાના સમઢીયાળા (ગંગાસતી)ના ગામ નજીક આવેલ આશ્રમ પાસે કાળુભાર નદીમાં ભાવનગરના પરિવારની પાંચ વર્ષીય બાળકી ડૂબતા તેની શોધ-ખોળ હાથ ધરવામાં આવી છે. ભાવનગરશહેરના કુંભારવાડા વિસ્તારમાં રહેતો પરિવાર આજે અમાસ નિમિત્તે દર્શન માટે ગયો હતો ત્યારે સર્જાયેલી ઘટનાની જાણ થતા ઉમરાળા મામલતદાર તેમજપોલીસ કાફલો દોડી ગયો હતો અને નદીમાં ગરકાવ થયેલી બાળકીની શોધ-ખોળ હાથ ધરી છે.
ઘટનાની ઉપલબ્ધ પ્રાથમિક વિગતો મુજબ ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં રહેતા ગૌતમભાઈ ગોવિંદભાઈ પડાયાનો પરિવાર આજે અમાસ નિમિત્તે ઉમરાળાના સમઢીયાળા ગામે આવેલ ગંગાસતી આશ્રમ ખાતે દર્શન માટે ગયો હતો ત્યારે ગૌતમભાઈનો પરિવાર નદી કાંઠે ઉભો હતો ટ્વિ વેળાએ ગૌતમભાઈની પુત્રી ઋતિકા (ઉ. વ. ૫)તેની માતાનો હાથ પકડી ઉભી હતી તે દરમ્યાન અચાનક હાથ છૂટી જતા ઋતિકા નદીમાં ગરકાવ થઇ જતા ભારે દેકારો મચ્યો હતો. ઘટનાની જાણ થતા ઉમરાળા મામલતદાર પ્રશાંતકુમાર ભીંડી તેમજ ઉમરાળા પોલીસનો કાફલો સમઢીયાળા ગામે દોડી ગયો હતો. અને નદીમાં ગરકાવ થયેલી પાંચ વર્ષીય બાળકીની શોધ-ખોળ હાથ ધરવામાં આવી હતી. આ લખાઈ છે ત્યાં સુધી બાળકીનો કોઈ પત્તો લાગ્યો ન હોવાનું જાણવા મળ્યું હતું.
    



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application