ભાવનગર નજીકના કરદેજ ગામના રોડથી નારી તળાવ સુધી વરસાદી પાણી લાવવા માટે ૬૦૦ મીટર સ્ટ્રોમ લાઈન નાખવા માટે મ્યુ. કોર્પોરેશન દ્વારા કરદેજ ગામથી તળાવ સુધીમાં આવતા ખેતરોની વાડ હટાવીને ૩૦ મીટરનો ટાઉન પ્લાનિંગનો રોડ ખુલ્લો કરવાની કાર્યવાહી પોલીસ બંદોબસ્ત સાથે હાથ ધરવામાં આવી હતી.
કરદેજ રોડથી નારી તળાવ સુધી ૬૦૦ મીટર લંબાઈની રૂપિયા પચ્ચાસેક લાખના ખર્ચે સ્ટ્રોમ લાઈન નાખવામાં આવશે, જે કામ મંજુર થઈ ચૂક્યુ છે, પરંતુ આ લાઈન જ્યા નાખવામાં આવેલી છે, તે ટીપીના ૩૦ મીટરના રોડ પર ખેતરો આવેલા છે, બે ખેતરમા કપાસ ઉભો છે, બાકીના ખેતરોમાં ક્યાક ખુલ્લા છે તો ક્યાક આડી વાડ કરેલી છે, આ રોડ ખુલ્લો થાય તો જ ૬૦૦ મીટર લંબાઈની સ્ટ્રોમ લાઈન નાખી શકાય તેમ મહાનગર પાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા કરદેજમાં પોલીસબંદોબસ્ત સાથે ખેતરોની વાડ દુર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ અગાઉ ખેડૂતોને નોટિસ અપાઈ હતી, એકથી બે ખેતરની જેસીબીથી વાડ દુર કરવામાં આવી હતી. આજે બાકીના ખેતરોની વાડ દુર કરવામાં આવશે, તો અમુક ખેડૂતો સ્વેચ્છીક દુર કરવામાં આવી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યુ હતુ. વધુમાં આ લાઈન નાખવામાં દસથી બાર ખેડૂતોના ખેતરોમાંથી ટીપી રોડ નિકળતો હોવાથી દબાણો દુર કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પના એક આદેશથી હજારો શરણાર્થીઓ બેઘર થશે, જાણો ભારતીયો પર કેટલું સંકટ
January 24, 2025 04:59 PMજામનગર જિલ્લામાં પશુઓની ૫૫ ટકા વસ્તી ગણતરી સંપન્ન
January 24, 2025 04:56 PMઆ એક વસ્તુને લીંબુમાં મિક્સ કરીને વાળમાં લગાવવાથી ડેન્ડ્રફ થઇ જશે દૂર
January 24, 2025 04:51 PMજાણો દરરોજ એક અંજીર ખાવાના શ્રેષ્ઠ ફાયદાઓ
January 24, 2025 04:45 PMગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં પર્યટન સ્થળો પર જાણો કેટલા સહેલાણીઓ ઉમટ્યા, આંકડો જાણી ચોકી જશો
January 24, 2025 04:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech