અમેરિકાના યોર્જિયા સ્ટેટમાં આવેલા લિથોનિયામાં બનેલી એક ભયાનક ઘટનામાં ૨૫ વર્ષના ભારતીય યુવકની એક હોમલેસ વ્યકિત દ્રારા ઘાતકી હત્યા કરવામાં આવી છે. અમેરિકન મીડિયાના રિપોટર્સ અનુસાર, મૃતકનું નામ વિવેક સૈની હોવાનું જાણવા મળ્યું છે, જે એક ગેસ સ્ટેશનમાં કામ કરતો હતો.
વિવેક જે ગેસ સ્ટેશનમાં જોબ કરતો હતો તે લિથોનિયાના કલેવલેન્ડ રોડ પર આવેલું હતું. જે વ્યકિતએ વિવેકની હત્યા કરી છે તેની ઓળખ જુલિયાન ફોલ્કનર તરીકે કરવામાં આવી છે, પોલીસના જણાવ્યા અનુસાર હત્યારાની ઉંમર ૫૩ વર્ષ છે, અને તે લિથોનિયાની આસપાસના વિસ્તારોમાં જ ફરતો રહેતો હતો.
જોકે, ચોંકાવનારી વાત એ છે કે હાલ અમેરિકામાં કાતિલ ઠંડી પડી રહી છે અને વિવેકે તેની હત્યા કરનારા જુલિયાનને તેના ગેસ સ્ટેશન પાસે આશરો આપ્યો હતો. વિવેકની સાથે કામ કરતા બીજા એક વ્યકિતના જણાવ્યા અનુસાર, હત્યારો બે દિવસથી તેમના ગેસ સ્ટેશન પાસે જ રહેતો હતો. વિવેકે તેને ચિપ્સ તેમજ કોલ્ડડ્રીંક આપવાની સાથે ઠંડીથી બચવા માટે જેકેટ પણ આપ્યું હતું. મૃતક વિવેકને અમેરિકા આવ્યે હજુ ખાસ સમય પણ નહોતો થયો, તે તાજેતરમાં જ એમબીએ થયો હતો. વિવેકની નજીકમાં જ આવેલા એક ગેસ સ્ટેશન પર જોબ કરતાં એક ગુજરાતી વ્યકિતએ જણાવ્યું હતું કે વિવેક ખૂબ જ દયાળુ વ્યકિત હતો, પરંતુ તેણે જેને આશરો આપ્યો હતો, જેને બે દિવસ સુધી મફતમાં જમવાનું આપ્યું હતું તે જ વ્યકિતએ તેનો જીવ લીધો હતો. વિવેકનો હત્યારો જુલિયાન એક ગુજરાતીના ગેસ સ્ટેશન પર પણ નિયમિત આવતો હતો અને મોટાભાગે ઘણીવાર કોફી કે પછી સિગરેટ લઈને પૈસા આપ્યા વિના જ જતો રહેતો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech