ગુજરાતીઓ માટે સૌથી મોટા ચિંતાના સમાચાર સામે આવ્યા છે. ચીનના HMPV વાયરસનો ગુજરાતમાં પ્રથમ કેસ નોંધાયો છે. અમદાવાદમાં 2 મહિનાના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. અગાઉ કર્ણાટકમાં 3 અને 8 મહિનાના બે બાળકો સંક્રમિત થયા હતા. હવે ગુજરાતમાં પહેલો કેસ નોંધાતા આરોગ્ય વિભાગ સાબદુ થયું છે અને અધિકારીઓમાં દોડધામ વધી ગઈ છે.
ભારતમાં અત્યાર સુધીમાં ત્રણ કેસ નોંધાયા છે. જેમાં એક કેસ અમદાવાદમાં અને બે કેસ કર્ણાટકમાં જોવા મળ્યા છે. સંક્રમિતોમાં અમદાવાદમાં એક 2 મહિનાનું બાળક, કર્ણાચકમાં 8 મહિનાનું બાળક અને 3 મહિનાની બાળકીનો સમાવેશ થાય છે.
ગુજરાત સરકાર એલર્ટ
આરોગ્ય વિભાગનું કહેવું છે કે અમે અમારી લેબમાં તેનું પરીક્ષણ કર્યું નથી. ખાનગી હોસ્પિટલમાં આ કેસનો રિપોર્ટ આવ્યો છે. ખાનગી હોસ્પિટલના આ રિપોર્ટ પર શંકા કરવાનું કોઈ કારણ જણાતું નથી.
ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે HMPV વાઇરસને લઈ ખાસ માર્ગદર્શિકા બહાર પાડી જેમાં જરૂરી સૂચનો પણ આપ્યા છે, આરોગ્ય વિભાગના નિષ્ણાંતોનું કહેવું છે કે, HMPV અન્ય શ્વસન જેવો વાયરસ છે અને હાલમાં ગુજરાતમાં તેનો એક કેસ નોંધાયો છે, બાળકો અને વૃદ્ધોએ સૌથી વધારે સચેત રહેવાની જરૂર છે. સામાન્ય શરદી અને ફ્લૂ જેવા લક્ષણો આ વાયરસમાં જોવા મળે છે. સાથે સાથે આવશ્યક ન હોય તો આંખ-નાક-કાનનો સ્પર્શ ન કરવો જોઈએ, તેમજ શરદી-ઉધરસ હોય તો જાહેર સ્થળોએ જવાનું ટાળવું જોઈએ અને પ્રબળ રોગ પ્રતિરોધક શક્તિ માટે પૂરતી ઊંઘ લેવી જોઈએ. તેમજ વધુ પાણી પીવું અને પૌષ્ટિક ખોરાક ખાવો જોઈએ અને ચેપગ્રસ્ત વ્યક્તિની ચીજવસ્તુઓના સંપર્કમાં આવવું ના જોઈએ તેવી સલાહ આપવામાં આવી છે
કર્ણાટકમાં વાયરસથી સંક્રમિત બે બાળકોની સ્થિતિ
3 મહિનાની બાળકીને બેંગલુરુની બેપ્ટિસ્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે, તેણીને બ્રોન્કોપ્યુનિમોનિયાને કારણે દાખલ કરવામાં આવી હતી. બાદમાં તેણીને HMPV માટે સારવાર આપવામાં આવી હતી અને હવે તેને રજા આપી દેવામાં આવી છે. બીજો કેસ 8 મહિનાના બાળકમાં જોવા મળ્યો હતો, જેને 3 જાન્યુઆરીના રોજ બ્રોન્કોપ્યુનિમોનિયાના કારણે બેંગલુરુની બેપ્ટિસ્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને તેની HMPVની સારવાર ચાલી રહી છે અને હવે તેની તબિયતમાં પહેલાં કરતા સુધારો છે. આશ્ચર્યની વાત એ છે કે આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, બંને બાળકો અન્ય કોઈ દેશમાંથી પાછા ફર્યા નથી.
આ રીતે HMPV વાઇરસ ફેલાય છે
આ વાયરસના લક્ષણો શું છે?
આ વાયરસને હ્યુમન મેટાપ્યુમો વાયરસ અથવા HMPV વાયરસ કહેવામાં આવે છે, જેના લક્ષણો સામાન્ય શરદી-ખાંસી જેવા જ હોયછે. સામાન્ય કિસ્સાઓમાં તે ઉધરસ અથવા ગળામાં ખરાશ, વહેતી નાક અથવા ગળામાં દુખાવાનું કારણ બને છે. નાના બાળકો અને વૃદ્ધોમાં HMPV ચેપ ગંભીર હોય શકે છે. આ વાયરસ નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોમાં ગંભીર બીમારીનું કારણ બની શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech