ફલ્લા નજીક રસ્તો ઓળંગી રહેલા ૧૩ વર્ષના કિશોરનું ટેન્કર હડફેટે મોત

  • November 20, 2023 12:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર રાજકોટ હાઇવે રોડ ફલ્લા નજીક રસ્તો ઓળંગી રહેલા ૧૩ વર્ષના બાળક ઉપરથી ટેન્કરના તોતિંગ વ્હીલ ફરી વળતાં તેની માતાની નજર સમક્ષ જ કરૂણ મૃત્યુ નિપજ્યું છે.
જામનગર તાલુકાના ફલ્લા ગામમાં રહેતા મોતીબેન બાબુભાઈ બાંભવા નામના ભરવાડ મહિલા પોતાના ૧૩ વર્ષના પુત્ર રમેશ બાબુભાઈ બાંભવાને લઈને વાડીએથી ઘર તરફ જઈ રહ્યા હતા, જે દરમિયાન ફલ્લા ગામના પાટીયા પાસે પુત્ર રમેશ રસ્તો ક્રોસ કરવા જતાં સામેથી આવી રહેલા જીજે૧૦ટી.એક્સ-૩૬૩૦ નંબરના ટેન્કરના ચાલકે બાળકને હડફેટમાં લઈ લેતાં તેની માતાની નજર સમક્ષ જ કમ કમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું, અને ભારે બિહામણા દ્રશ્યો સર્જાયા હતા.
આ અકસ્માતના બનાવ અંગે મૃતકના કાકા બકાભાઇ જહાભાઈ બાંભવાએ પંચ કોશી એ. ડિવિઝન પોલીસ મથક માં જાણ કરતાં પોલીસ ટુકડી ઘટના સ્થળે દોડી આવી હતી, અને બાળકના મૃતદેહનો કબજો સંભાળ્યો હતો, જ્યારે ટેન્કર ચાલક સામે ગુનો નોંધીને તપાસ આગળ ધપાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application