મોટી ભલસાણમાં ૧૦ માસની બાળકીને ઉલટી થયા પછી સારવારમાં મૃત્યુ

  • June 10, 2024 11:16 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર તાલુકાના મોટી ભલસાણ ગામમાં રહેતી ૧૦ માસની બાળકીને પોતાના ઘેર ઉલટી-ઉબકા થયા પછી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા પછી તેણીનું મૃત્યુ નીપજ્યું છે. જે બનાવ મામલે પોલીસ તપાસ ચલાવે છે.


આ બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના મોટી ભલસાણ ગામમાં રહેતા અને મજૂરી કામ કરતા રામજીભાઈ દાનાભાઈ  મહિડા ને ૧૦ માસની પુત્રી દિપાલી, કે જેને ગઈકાલે એકાએક ઉલટી થતાં સૌપ્રથમ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાઈ હતી, અને ત્યાં તબિયત લથડવાથી વધુ સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જયાં ફરજ પરના તબીબે બાળકીનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.

આ બનાવ અંગે બાળકી ના પિતા રામજીભાઈ મહીડાએ પોલીસને જાણ કરતાં પંચકોશી એ. ડિવિઝન પોલિસે જી.જી.  હોસ્પિટલમાં દોડી જઈ બાળકીના મૃતદેહ નો કબજો સંભાળ્યો છે, અને પોસ્ટમોર્ટમ કરાવી વધુ તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application