દરિયાકાંઠાના વિના ડેલ મારની નજીક સૌથી વધુ અસર, આગ 43 હજાર હેક્ટરમાં ફેલાઈ, ભારે અંધાધુંધી
દક્ષિણ અમેરિકન દેશ ચિલીના જંગલોમાં આગ લાગવાથી અત્યાર સુધીમાં 99 લોકોના મોત થયા છે, જ્યારે 1100થી વધુ મકાનો બળીને ખાખ થઈ ગયા છે ઇમરજન્સી સેવા વિભાગ હેલિકોપ્ટર અને ટ્રકની મદદથી શહેરી વિસ્તારોમાં લાગેલી આગને ઓલવવાનો પ્રયાસ કરી રહ્યું છે. મોટી સંખ્યામાં લોકો દાઝી ગયા છે, જેના કારણે મૃત્યુઆંક વધી શકે છે. લગભગ 1 મિલિયનની વસ્તી ધરાવતા મધ્ય ચિલીના વાલપરાઇસો પ્રદેશના ઘણા ભાગોને કાળા ધુમાડાએ ઢાંકી દીધા હતા.સ્થિતિ અત્યંત ખરાબ બની રહી હોવાનું સુત્રો એ ઉમેર્યું છે.
દરિયાકાંઠાના શહેર વિના ડેલ મારની આસપાસના વિસ્તારો સૌથી વધુ પ્રભાવિત થયા છે. ગૃહ પ્રધાન કેરોલિના તોહાએ કહ્યું કે વાલપરાઈસોમાં સ્થિતિ સૌથી ગંભીર છે. રસ્તાઓ પર લોકોના મૃતદેહો પણ જોવા મળી રહ્યા છે. 2010ના ભૂકંપ બાદ ચિલીમાં આ સૌથી મોટી દુર્ઘટના છે. ભૂકંપના કારણે લગભગ 500 લોકો માર્યા ગયા હતા. રાષ્ટ્રપતિ ગેબ્રિયલ બોરીકે એક ટેલિવિઝન સંબોધનમાં કહ્યું કે પરિસ્થિતિ ખૂબ જ મુશ્કેલ છે. હાલ આગ 43 હજાર હેક્ટરમાં ફેલાઈ ગઈ છે. રિપોર્ટ અનુસાર, ભીષણ આગે શહેરના પહાડી વિસ્તાર વિલા ઈન્ડિપેન્ડેનિયાને પણ લપેટમાં લીધું છે. સળગી ગયેલી કાર રસ્તા પર જોવા મળે છે.
92 જંગલોમાં આગ ઝડપથી ફેલાઈ
મધ્ય અને દક્ષિણ પ્રદેશોમાં 92 જંગલોમાં આગ છે. સૌથી મોટી ચિંતા એ છે કે આગ ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં ફેલાઈ રહી છે. જેના કારણે લોકો, ઘરો અને સુવિધાઓને અસર થવાની સંભાવના છે. નોંધનીય છે કે ચિલીમાં ઉનાળામાં જંગલમાં આગ લાગવી સામાન્ય બાબત છે. ગયા વર્ષે અહીં વિક્રમી ગરમી દરમિયાન ફાટી નીકળેલી આગમાં 27 લોકોના મોત થયા હતા અને 400,000 હેક્ટરથી વધુ જમીનને અસર થઈ હતી.
દર વર્ષે દાવાનળ ફાટી નીકળે છે
ચીલીના જંગલોમાં આગ લગાવી એ સામાન્ય બાબત છે. ડર વર્ષે ત્યાં પાનખરની સિઝનમાં જંગલમાં દાવાનળ ફાટી નીકળવાની ઘટનાઓ બનતી જ રહે છે. ગયા વર્ષે આ જ સમય દરમિયાન ચીલીના જંગલોમાં આગ લાગી હતી જેમાં ૨૪ લોકોના મોત નીપયાં હતા. દક્ષીણ અમેરિકાના દેશોમાં ગાઢ જનાગલો આવેલા છે જેમાં ડીસેમ્બર – જાન્યુઆરી મહિનાથી પાનખરની સીઝન શ થાય છે. આ સમયે આગ લાગવાના બનવો વધુ બને છે. જોકે આ વર્ષે લાગેલો દાવાનળ વધુ પ્રમાણમાં વિસ્તરી ગયો છે અને તેને કાબુમાં લેવો મુશ્કેલ બની રહ્યો છે. જંગલોમાં સૌથી સામાન્ય ખતરો એ જંગલોની આગ છે. જંગલોમાં લાગેલી આગ જંગલોની જેટલી જ જૂની છે. તે માત્ર જંગલની સંપત્તિ માટે જ નહીં, પરંતુ સમગ્ર પ્રાણીસૃષ્ટ્રિ અને વનસ્પતિઓ માટે પણ ખતરો ઉભો કરે છે જે જૈવ–વિવિધતા અને પ્રદેશની ઇકોલોજી અને પર્યાવરણને ગંભીરપણે ખલેલ પહોંચાડે છે. ઉનાળા દરમિયાન, યારે મહિનાઓ સુધી વરસાદ પડતો નથી, ત્યારે જંગલો સૂકાં પાંદડાં અને ટીંઝથી ભરાઈ જાય છે, જે સહેજ સ્પાર્કથી સળગી ફાટી શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMએગ્રીસ્ટેક પોર્ટલ પર તકનીકી ખામી: ખેડૂતોની નોંધણી અટકી, પીએમ કિસાન હપ્તો મેળવવામાં મુશ્કેલી
November 22, 2024 05:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech