જસદણના વેપારી પાસેથી ચણાનો જથ્થો મગાવી મહેસાણાના શખસની ૯.૭૧ લાખની ઠગાઈ

  • July 10, 2024 01:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જસદણમાં ખોડીયારનગરમાં રહેતા અને જસદણ આટકોટ રોડ પર શકિત એગ્રો એકસપોર્ટ નામે પેઢી ધરાવતા નરેશ ગોરધનભાઈ પોલારા સાથે મહેસાણાના જણસીના દલાલ જયેશ નામના શખસે બે વખત ચણાનો જથ્થો મંગાવી ત્રણ લાખ ચુકવી અન્ય ૯.૭૧ લાખની રકમ ન આપી છેતરપીંડી, વિશ્ર્વાસઘાત કર્યાની ફરિયાદ જસદણ પોલીસ મથકે નોંધાઈ છે. 



ફરિયાદની વિગત મુજબ નરેશભાઈ અનાજ કઠોળની જણસી ખેડુતો યાર્ડમાંથી ખરીદ કરીને વેચાણ કરે છે. ઓફિસનો વહીવટ રવિ ભરતભાઈ છાયાણી સંભાળે છે. ત્રણ માસ પુર્વે તા.૨૫/૩ના રોજ રવિ છાયાણી ઓફિસે હતો ત્યારે મોબાઈલ પર તિ‚પતી બ્રોકર નામે જયેશ નામના શખસનો ફોન આવ્યો હતો અને ચણાની ખરીદીની વાત કરી હતી. જયેશ જણસીની દલાલીનું કામ કરતો હોય અને ૧૦૦ કિલોએ ૧૦ ‚પિયા દલાલી થશે તેમ કહી સોદો નકકી કર્યો હતો. સિધ્ધપુર ખાતે મા‚તી એગ્રો ઈન્ડ. પર ૧૦,૦૦૦ કિલો ચણા મોકલવાનો ઓર્ડર આપ્યો અને પેમેન્ટ માલ ઉતાર્યો ત્યાં ચુકવાઈ જશેનું નકકી થયું હતું. જસદણથી ટ્રકમાં માલ રવાના થયો હતો. ત્યાં ડ્રાઈવરને ત્રણ લાખ ‚પિયા આપ્યા હતા. બીજુ પેમેન્ટ આપ્યું ન હતું. આવી જ રીતે બીજો એક ટ્રક કરજણ નીલકંઠ એન્ટરપ્રાઈઝ નામે મોકલાવ્યો હતો. જેનું પેમેન્ટ ૬,૬૯,૭૮૦ થતું હતું અને બીજા દિવસે આપવાનું નકકી થયું હતું. બન્ને સ્થળે માલ ઉતરાવી લીધા બાદ આરોપીએ મોબાઈલ રીસીવ કરવનું બંધ કરી દીધું હતું.

 
એક વખત તા.૨૯/૫ના રોજ ૧૦ હજાર ‚પિયા મોકલાવ્યા હતા. બન્ને પાર્ટી તથા દલાલ જયેશનો બાકી નીકળતા ૯.૭૧ લાખ માટે અવારનવાર સંપર્ક કરાયો હતો. બન્ને પાર્ટીને લીગલ નોટીસ અપાઈ હતી છતાં નાણા મળ્યા ન હતા. આમ દલાલના રોલમાં મહેસાણાના જયેશે બે સ્થળે ચણાના બે ટ્રક મંગાવી ૯.૭૧ લાખની રકમ નહીં ચુકવી છેતરપીંડી વિશ્ર્વાસઘાત કર્યાની જસદણ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા મોબાઈલ નંબરના આધારે પોલીસે આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છ



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application