ગીરગઢડાના ધોકડવા ગામે વાડીમાં જુગાર રમતા ૯ શકુની ઝડપાયા

  • September 12, 2024 11:23 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

\
ઉના નજીકના ગીરગઢડાના ધોકડવાની સીમમાં વાડીમાં જુગારની બાતમીના આધારે ગીરસોમનાથ એલસીબી દ્રારા દરોડો પાડીને જુદાજુદા ગામોના ૯ શખસોને જુગાર રમતા અઢી લાખ રોકડ સહિત રૂા.૩.૮૨ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લેવાયા છે. વાડી ભાગમાં વાવવા રાખનાર શખસ ભાગી છૂટયો હતો.
ગીરસોમનાથ એલસીબી પોલીસે ગીરગઢડા પો.સ્ટે. વિસ્તારના ધોકડવા ગામે ખાંભડા નામની સીમમાં રમેશ બલદાણીયાએ ભાગે વાવવા રાખેલ વાડીમાં જુગાર અંગે રેઇડ કરી ગજરાજ ઉર્ફે ગજો અતુલભાઇ ખસીયા, પરેશ અરજણભાઇ કાતરિયા, હીતેન્દ્ર ધીરૂભાઇ કોટચા, રાજુ ભગવાનભાઇ શીયાળ, મનુ રાણાભાઇ ધાપા, હમીર જેસાભાઇ વાજા, વિક્રમસિંહ ગંભીરસિંહ ગોહિલ, ગોપાલભાઇ બાલુભાઇ મકવાણા, જાલમ રાણાભાઇ ચાવડાને ઝડપી લીધા હતાં તેમજ રોકડ રકમ રૂા.૨,૪૭,૫૦૦, મો.નં.૮, મોટરસાયકલ નં.૨ મળી કુલ રૂા.૩,૮૨,૫૦૦નો મુદ્દામાલ કબજે કર્યેા હતો.
આ કામગીરી એલસીબી ઇ.ચા. પો.ઇન્સ. એ.બી.જાડેજા, પો.સબ.ઇન્સ. એ.સી.સિંધવ, પો.હેડ કોન્સ. રાજુભાઇ ગઢીયા, ગોવિંદસિંહ વાળા, પો.કોન્સ. રાહત્પલભાઇ છેલાણા તથા વિજયભાઇ ચૌહણ પેરોલ ફર્લેા સ્કવોડના એએસઆઇ સુભાષભાઇ ચાવડા તથા પો.હેડ.કોન્સ. પ્રવિણભાઇ મોરી, ડ્રા.પો. હેડ કોન્સ. રાજુભાઇ પરમાર વગેરેએ કરી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application