૧૦ માંથી ૯ લોકો નવી નોકરીની શોધમાં ૩૭% પગાર વધારવા માટે બદલશે જોબ

  • January 18, 2024 01:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નોકરીઓમાં વધતી સ્પર્ધા વચ્ચે, ૮૮% લોકો આ વર્ષે તેમની નોકરી બદલવાનું વિચારી રહ્યા છે. એક તાજેતરના અહેવાલમાં બહાર આવ્યું છે કે ભારતમાં ૧૦ માંથી લગભગ ૯ (૮૮%) લોકો આર્થિક અનિશ્ચિતતા હોવા છતાં ૨૦૨૪ માં નવી નોકરીની વિચારણા કરી રહ્યા છે. પ્રોફેશનલ નેટવકિગ પ્લેટફોર્મ લિંકડઇન અનુસાર, આ આંકડો ૨૦૨૩ની સરખામણીમાં ૪% વધુ છે.
આમાંથી ૪૨% લોકો વધુ સારા વર્ક–લાઇફ બેલેન્સ માટે નોકરી બદલવાના મૂડમાં છે. યારે ૩૭% વ્યાવસાયિકો સારા પગાર માટે નવી નોકરી શોધી રહ્યા છે. યારે લિંકડઇન પર નોકરીની શોધમાં ૯%નો વધારો થયો છે, ત્યારે ડિસેમ્બર ૨૦૨૨ની સરખામણીમાં ૨૦૨૩માં નોકરીની સંખ્યામાં ૨૩%નો ઘટાડો થયો છે. આ વલણ પરિવર્તનનો સંકેત છે, જેમાં વ્યાવસાયિકો તેમની પોતાની કારકિર્દીના માસ્ટર છે અને તેમની કારકિર્દીના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરીને ખોવાયેલા સમયની ભરપાઈ કરવા માંગે છે, અહેવાલમાં જણાવાયું છે.

૨૪ નવેમ્બર, ૨૦૨૩ અને ડિસેમ્બર ૧૨, ૨૦૨૩ વચ્ચે સમગ્ર ભારતમાં પૂર્ણ–સમય અને પાર્ટ–ટાઇમ નોકરીઓ ધરાવતા ૧૦૯૭ વ્યાવસાયિકોનો સર્વે કરવામાં આવ્યો હતો. અહેવાલ જણાવે છે કે લગભગ અડધા (૪૫%) વ્યાવસાયિકો જાણતા નથી કે તેઓ જે નોકરી ઇચ્છે છે તેની સાથે તેમની કુશળતાનો મેળ કેવી રીતે મેળવવો, જે નોકરીની શોધને વધુ મુશ્કેલ બનાવે છે. આંકડા અનુસાર, ૨૦૧૫ થી ભારતમાં નોકરીઓ માટેના કૌશલ્યોમાં ૩૦% ફેરફાર થયો છે. પ્રોફેશનલ્સને પણ સારી નોકરી શોધવામાં મુશ્કેલી પડી રહી છે, ૫૫% લોકો કહે છે કે નોકરીની શોધ નિરાશાજનક છે.
ઉધોગના જુદા જુદા ક્ષેત્રમાં નવી કારકિર્દી અપનાવવામાં રસ ધરાવે છે. તેઓ તેમના ઉધોગ અથવા ભૂમિકાની બહાર વધુને વધુ તકો શોધી રહ્યા છે. પ્રોફેશનલ્સને જરી કૌશલ્યોમાં ફેરફાર સાથે ગતિ જાળવી રાખવામાં મુશ્કેલી પડી રહી છે. તેનું કારણ એઆઈનો ઝડપી વિકાસ પણ છે. ભારતીયો હવે એઆઈનો ઉપયોગ કરવા આતુર છે. ૮૧% માને છે કે તેઓ નોકરીની શોધમાં એઆઈનો ઉપયોગ કરશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application