ગુંદાળાના વેર હાઉસમાંથી રૂ૯ લાખનાં ચોરાઉ ધાણાનો ભેદ ઉકેલાયો, પાંચને દબોચી લીધા

  • July 26, 2023 11:26 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગોંડલ તાલુકાના જગુુંદાળા ગામે વેર હાઉસમાંથી  સાતેક માસ પૂર્વે અજાણ્યા માણસો રાત્રી દરમ્યાન વેરહાઉસનો પાછળનો દરવાજો ખોલી ધાણાની બોરી નંગ-૨૪૭ કી.રૂ.૯,૯૭,૮૮૦/- નો મુદામાલ ચોરી કરી લઇ ગયેલ હોઇ જે અંગે ગોંડલ તાલુકા પોલીસે તપાસ હાથ ધરી પાંચ શખ્સો ને દબોચી લઇ કાર્યવાહી હાથ ધરી છે.
​​​​​​​
 ચોરી ની તપાસ દરમ્યાન તાલુકા પીએસઆઈ જે. એમ. ઝાલા દ્વારા અલગ અલગ ટીમો બનાવી તપાસ કરી તેમજ ટેકનિકલ સોર્સ નાં  માધ્યમથી મળેલ માહીતી આધારે લવભાઇ ઉર્ફે મોહીત જેન્તીભાઇ વરસાણી રહે.ગોડલ ની પુછ પરછ કરતા પોતે તથા  કારખાનામા કામ કરતા મજુરો સાથે મળી ઉપરોકત વેરહાઉસના ગોડાઉનમાં ચોરી કર્યા ની કબુલાત આપી  ચોરી કરેલ ધાણા અલગ અલગ જગ્યાએ માકેટીંગ યાર્ડમાં વહેંચી નાખ્યા નુ જણાવ્યું હતુ.   
પોલીસ દ્વારા પકડાયેલ આરોપીમાં  લવ ઉર્ફે મોહીતભાઇ જયંતિભાઇ વરસાણી  ઉ.વ. ૩૦, રહે.માકેટીંગ યાર્ડ  સામે, રાધાનગર-૧ , ગૌતમ ભરાભાઇ દડ ઉ.વ. ૧૯ વસિંદરી જી- બાડકેર રાજસ્થાન હાલ રહે. રાધે ઇન્ડસ્રીઝ, પાટીદળ રોડ, ગદાળા લવભાઇ ઉર્ફ મોહીત  રહે.જેન્તીભાઇ વરસાણીના કારખાનાની ઓરડી, રમેશ ભરાભાઇ દડ ઉ.વ. ૨૧,  ગણેશ ઉર્ફ ટકો રાજારામ જાણી ઉ.વ. ૨૦, ર્ફકીર ખતાભાઇ ભડીયા  ભરવાડ ઉ.વ. ૨૮ ધધો ડ્રાઇવવિંગ રહે-ખેરડી તા-કાલાવાડ જી- જામનગર ને ઝડપી લીધા હતા.જ્યારે નાશી છુટેલા  નૈનારામ ફુસારામ રહે. હડ તા-વસિંદરી જી- બાડકેર રાજસ્થાન ને ઝડપવા ચક્રો ગતીમાન કર્યા હતા, પોલીસે આઇસર વાહન જીજે-૦૩-બી.વી.-૯૩૧૮ , બોલેરો પીક જીજે-૧૦-ટીએકસ-૨૯૮૭ કબજે કર્યુ હતુ



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application