જામનગર જિલ્લાના ૯ ડેમ છલકાયા: ફોફળ-૨ ઉપર અનરાધાર ૪ ઇંચ

  • July 08, 2023 11:22 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સત્યનારાયણ મંદિરની દિવાલનો વધુ ભાગ પડ્યો.....
જામનગરમાં ભારે વરસાદના કારણે આજ સવારે સત્યનારાયણ મંદિરની દિવાલનો વધુ એક ભાગ ધસી પડ્યો હતો, થોડાં દી’ પહેલાં અનરાધાર ૧૩ ઈંચ વરસાદ પડ્યાં બાદ મંદિરની દિવાલનો કેટલોક ભાગ તૂટી પડ્યો હતો. આજ દિવાલની સાથે વિજ થાંભલો પણ તૂટ્યો હતો. જો કે, કોઈ જાનહાનિ થઈ નથી.

**
ઉમીયાસાગરમાં બે, વિજરખી પોણા બે, રંગમતી અને ડાયમીણસરમાં દોઢ-દોઢ ઇંચ વરસાદ: લાખાબાવળ, વસઇ, નવાગામ અને ધ્રાફામાં એક-એક ઇંચ

જામનગર શહેર ઉપર મેઘરાજાએ બીજા દિવસે પણ અપાર હેત દાખવીને ચાર કલાકમાં ચાર ઇંચ વરસાદ વરસાવી દીધો છે ત્યારે જિલ્લાના ૯ ડેમો ફરીથી ઓવરફલો થયા છે, દ્વારકા અને કલ્યાણપુરમાં દોઢ-દોઢ ઇંચ વરસાદ પડયો છે, જયારે ડેમ સાઇટમાં ઉમીયાસાગરમાં બે, વિજરખી પોણા બે, રંગમતી અને ડાયમીણસરમાં દોઢ-દોઢ ઇંચ વરસાદ પડયો છે, સસોઇ અને ઉંડ-૧માં ધીમે-ધીમે પાણીની આવક ચાલું છે, ગામડાઓમાં પણ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે.
ડેમની વાત લઇએ તો ફુલઝર-૧, સપડા, રણજીતસાગર, વોડીશાંગ, રુપારેલ, વાગડીયા, ઉમીયાસાગર, કંકાવટી સહિતના ડેમો છલકાઇ ગયા છે, જામનગરને પીવાનું પાણી પુરુ પાડતો ઉંડ ડેમ પણ ૭૮ ટકા ભરાઇ ગયો છે, સસોઇ ડેમ ઉપર ૧૫ મીમી, પન્નામાં ૧૦, સપડા ૫, ફુલઝર-૨માં ૧૫, વિજરખી ૪૦, ડાયમીણસર ૩૦, રણજીતસાગર ૧૦, ઉંડ-૩માં ૫, રંગમતી ૩૫, ફુલઝર કો.બા. ૨૫, સસોઇ-૨માં ૨૦, રુપારેલ ૧૦, વનાણા ૨૫ અને ઉમીયાસાગર ૫૦ મીમી વરસાદ થયો છે.
આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં જામનગર તાલુકામાં વસઇ ૨૬, લાખાબાવળ ૨૭, મોટી બાણુગાર ૫, ફલ્લા ૧૦, મોટી ભલસાણ ૧૧, અલીયાબાડા ૧૫, દરેડ ૧૧, હડીયાણા ૧૦, બાલંભા ૧૦, પીઠડ અને જાલીયા દેવાણી ૫, લતીપુર ૬, લૈયારા ૪ મીમી વરસાદ પડયો છે. કાલાવડ તાલુકામાં નિકાવા ૨૦, ખરેડી ૧૨, મોટા વડાળા ૫, ભલસાણ બેરાજા ૧૫, નવાગામ ૨૦, મોટા પાંચદેવડા ૧૫ તેમજ જામજોધપુર તાલુકામાં સમાણા ૬, શેઠવડાળા ૫, જામવાડી ૬, વાંસજાળીયા ૧૦, ધુનડા ૫, ધ્રાફા ૨૨, પરડવા ૫ જયારે લાલપુર તાલુકામાં પીપરટોડા ૧૨, પડાણા ૧૦ અને મોડપરમાં ૧ મીમી વરસાદ થયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application