બંગાળની મુર્શિદાબાદ મેડિકલ કોલેજમાં 24 કલાકમાં 9 બાળકના મોત નીપજ્યાં

  • December 08, 2023 12:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પશ્ચિમ બંગાળની મુર્શિદાબાદ મેડિકલ કોલેજમાં 24 કલાકમાં 9 બાળકના મોત થયા છે. જો કે બાળકોના મોતનું કારણ જાણવા મળ્યું નથી. આ ઘટના બાદ મેડિકલ કોલેજના પ્રિન્સિપાલ અમિત દાને કહ્યું છે કે કમિટી મામલાની તપાસ કરશે અને બેદરકારી દાખવનારાઓ સામે કાર્યવાહી કરશે.


સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મેડિકલ કોલેજના અધિકારીઓ દાવો કરે છે કે એસએનસીયુ વોર્ડમાં 54 બાળકોની ક્ષમતા હતી, પરંતુ લગભગ 100 નવજાત શિશુઓને દાખલ કરવામાં આવ્યા છે. જેના કારણે ચેપ ફેલાવાની આશંકા વધી ગઈ. મોટા ભાગના બાળકોને ખૂબ જ ખરાબ હાલતમાં રિફર કરવામાં આવ્યા હતા અને તેઓ મૃત્યુ પામ્યા. મળતી માહિતી મુજબ મૃત્યુ પામેલા મોટાભાગના બાળકોનું વજન ઓછું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, કોલેજ સત્તાવાળાઓએ એવો પણ દાવો કર્યો હતો કે જાંગીપુર સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં એસએનસીયુ વોર્ડના નવીનીકરણને કારણે તમામ બાળકોને મેડિકલ કોલેજમાં રિફર કરવામાં આવી રહ્યા છે. પરિણામે હોસ્પિટલો પર દર્દીઓને દાખલ કરવાનું દબાણ વધી ગયું છે.

અગાઉ પણ પશ્ચિમ બંગાળમાં સંભવિત એડેનો વાયરસ ચેપથી સંબંધિત તાવના કેસ વધતા, જેમાં છેલ્લા એક જ દિવસમાં પાંચ બાળકના મોત થયા હતા. જે સમયે મોટા ભાગે બાળકોમાં શરદી અને ઉધરસના લક્ષણો જોવા મળે છે અને બાળકો એડીનોવાયરસ ચેપ હોવાનું ડોકટરો એ જણાવ્યું હતુ, જેના કારણે શ્વસનની તકલીફો થવા લાગી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application