કાલાવડમાં નશાકારક હર્બી પીણાંની ૮૬૪ બોટલ કબ્જે

  • June 28, 2023 01:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એક શખ્સની અટકાયત કરતી ટાઉન પોલીસ

કાલાવડમાં સિનેમા રોડ પરથી એક શખ્સને ૮૬૪ નંગ નશાકારક પીણાંની બોટલોના જથ્થા સાથે પકડી પાડ્યો છેે.
જામનગર એસપી પ્રેમસુખ ડેલુ, ડીવાયએસપી ડી.પી. વાઘેલાના માર્ગદર્શન મુજબ કાલાવડ ટાઉન પોલીસના પીઆઇ એચ.બી. વડાવીયા અને સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે નવલભાઇ આશાણીને બાતમી મળી હતી કે કાલાવડમા સિનેમા રોડ પર ચંદ્ર નિલય નામના મકાનમાં રહેતા નિર્મળસિંહ દિલાવરસિંહ જાડેજા દ્વારા પોતાની મકાનમાં નશાકારક કેફી પીણાંની બોટલોનો જથ્થો સંગ્રહ કરી ને રાખ્યો છે, અને ત્યાંથી તેનું ખાનગી રીતે વેચાણ કરી રહયો છે. જે બાતમી ના આધારે ગઈ કાલે કાલાવડ ટાઉન પોલીસે દરોડો પાડયો હતો.
જે દરમિયાન નિર્મળસિંહ જાડેજા નામના શખ્સ પાસેથી ૮૬૪ નંગ નશાકારક હર્બી ટોનીક પીણાંનો જથ્થો મળી આવ્યો હતો. આથી પોલીસે ૧,૨૯,૩૦૫ની કિંમતનો જથ્થો કબજે કરી લીધો છે, અને શકપડતી મિલકત તરીકે ગણી નિર્મળસિંહ જાડેજાની અટકાયત કરવામાં આવી છે, અને તેની વિશેષ પૂછપરછ હાથ ધરાઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application