જૂનાગઢ મનપાનું ૮૩૫.૫૩ કરોડનું તોતિંગ વેરા વધારા સાથેનું બજેટ રજૂ

  • January 13, 2023 06:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૂનાગઢ મહાનગરપાલિકા કમિશનર રાજેશ તન્નાએ કમુહર્તામાં મહાનગરપાલિકા નું  વર્ષ ૨૦૨૩-૨૪ નુ  બજેટ સ્ટેન્ડિંગ ચેરમેન હરેશભાઈ પરસાણા ને સોંપવામાં આવ્યું હતું. ૮૩૫.૫૩ કરોડથી વધુનું ગત વર્ષ કરતાં ૪૩૯.૬૨ કરોડની વધારે રકમનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. બજેટમાં ખુલતી સિલક ૨.૮૮ લાખ, રેવન્યુ ઉપજ ૧૯૫.૭૨ કરોડ, , રેવન્યુ ખર્ચ ૧૯૫.૫૫ કરોડ , કેપિટલ ઉપજ ૬૩૬.૯૨ કરોડ અને કેપિટલ ખર્ચ ૬૩૯.૯૭ કરોડ અંદાજવામાં આવેલ છે બજેટમાં ૧,૧૫,૨૬૫ પુરાંત સિલક રજૂ કરાઈ છે


ગત વર્ષ કરતાં બે ગણી વધુ રકમ સાથે રજૂ કરાયેલ બજેટમાં શહેરીજનો પર વેરા વધારો સૂચવવામાં આવ્યો છે. બજેટમાં વાર્ષિક ૮ થી ૧૦ ટકા મોંઘવારીના દરને ધ્યાને લઈ દિવાબતી કરમાં રહેણાંક મિલકત પર  ૧૭૫ ના૪૦૦ અને બિન રહેણાંક મિલકતો પર ૬૦૦ ને બદલે૨, ૦૦૦ પ્રતિ મિલકત વધારવાની દરખાસ્ત કરાઈ છે. આ ઉપરાંત સફાઈ કર મા રહેણાંકમાં  ૨૦૦ થી વધારી ૫૦૦ અને કોમર્શિયલમાં ૭૦૦ થી વધારી ૧,૦૦૦ જ્યારે ડોર ટુ ડોર ચાર્જ પણ ૩૬૫ થી વધારી કરવામાં આવ્યો છે. 


પાણી વેરો  વધારાનું સૂચનજૂનાગઢ મહાનગરપાલિકા માં રહેણાંકમાં ૨૬,૪૩૫ અને વાણિજ્યમાં૫૮૦ મિલકતોને પાડવા વાર્ષિક ૨૦ કરોડનો ખર્ચ થાય છે ત્યારે નળ જોડાણ ની સામે અંદાજિત ૪૫,૦૦૦ ઘરમાં પાણીની લાઈન છે જ નહીં આ ઉપરાંત વગર જોડાણે પાણી મેળવતા આવા ભૂતિયા નળ જોડાણ ધારકો સામે મહાનગરપાલિકા કાર્યવાહીને બદલે શહેરીજનો પર પાણી વેરામાં પણ વધારો સૂચવવામાં આવ્યો છે. જે અંતર્ગત ઘર વપરાશમાં ૧૨૦૦ ના ૧,૫૦૦તથા બિન રહેણાંક માટે ૨,૦૦૦ના ૨,૩૦૦ સૂચવવામાં આવ્યા છે આ ઉપરાંત પાણી કનેક્શનમાં નામ ટ્રાન્સફર ફી માટે ૫૦૦ ના૧,૦૦૦, નળ જોડાણ ફી ૫૧૦૦ માંથી ૫,૫૦૦ કરાયા છેકોર્પોરેટરોની માસિક ૮૦,૦૦૦ ગ્રાન્ટ ની રકમ યથાવતકમિશનર દ્વારા રજૂ કરેલ બજેટમાં જુનાગઢ મહાનગરપાલિકાના એક વોર્ડના ચાર કોર્પોરેટર દીઠ મહિને ૮૦,૦૦૦ મળી કુલ ૩.૨૦ લાખની રકમ યથાવત રાખવામાં આવી છે

કેટલાક બાંધકામ પ્રોજેક્ટ  મૂંગેરીલાલ કે હસીન સપને
જોષીપરા ક્રોસિંગ નંબર ૮૧ પર ઓવરબ્રિજ અને ક્રોસિંગ નંબર ૮૨ પર અંડરપાસ નું ૫૬.૪૦ કરોડ, નવું ફાયર સ્ટેશન બનાવવા  ૨.૮૫ કરોડ, મોડલ આંગણવાડી બનાવવા ૨.૫૦ કરોડ, નવું સલોટર હાઉસ બનાવવા ૫૦ લાખ , સિલ્વર પાર્ક સોસાયટી તા માઈલસ્ટોન કોમ્પ્લેક્સ ઝાંઝરડા રોડને જોડતા પુલ બનાવવા ૯૦ લાખ, સીટી સિવિક સેન્ટર બનાવવા ૧ કરોડ આ ઉપરાંત રૂપાયતન લાલ ધોરી પાસે પુલ બનાવવા મા આવશેમહાનગરપાલિકા દ્વારા વર્ષોી ઓવરબ્રિજ બનાવવા બજેટમાં દર્શાવવામાં આવે છે પરંતુ પૂર્ણ ઈ ન શકવાના અભાવે બજેટમાં પુનરાવર્તન ાય છે જોકે આ વર્ષે અંડર બ્રિજ ને પણ બનાવવા સમાવેશ તો કરાયો છે પરંતુ પૂર્ણ શે કે કેમ તે અંગે મીટ મંડાઇ છે. નવી જોગવાઈઓ ઈવ નગર ડમ્પિંગ સાઈટ પર  મૃત પ્રાણીઓના નિકાલ માટેની ભઠ્ઠી ફીટ કરવા ત્રણ વર્ષના મેન્ટેનન્સ માટે ૨.૪૧ કરોડ ની રકમ ની જોગવાઈમહાનગરપાલિકાના ભવનમાં બીજા માળે વાયરીંગ અને પાવર કંટ્રોલ ફીટ કરવા ઉપરાંત મધુરમ ી ઝાંઝરડા બાયપાસ ચોકડી જલારામ મંદિર સુધી નવા એલઇડી સ્ટ્રીટ લાઈટ ફીટ કરવા ૧ કરોડ, ફાયર સ્ટેશન અને ટીંબાવાડી યુ પી એચ સી માં રૂફ ટોપ ફિટ કરવા ૧.૭૪ કરોડ, આ ઉપરાંત નરસિંહ વિદ્યામંદિર પાસે, કોર્ટ ની આગળ ચાર ચોક અને નાીબુ મસ્જિદ પાસેહાઈમાસ્ક ટાવર ફીટ કરાશે.

૧૮ કરોડના ખર્ચે વાઘેશ્ર્વરી તળાવ રિનોવેશન 
મહાનગર પાલિકા દ્વારા વાઘેશ્વરી તળાવ રીનોવેશન માટે કુલ ૧૮ કરોડની રકમની સૈદ્ધાંતિક મંજૂરી મળેલ છે જેની આગામી સમય માટે પ્રક્રિયા  કરવામાં આવશે

૩.૭૦ કરોડના ખર્ચે સિટી બસ સુવિધા શરૂ કરાશે
મહાનગરપાલિકા શહેરીજનોને અવરજવર માટે સીટી બસ સુવિધા ઉપલબ્ધ કરવા કુલ ૨.૨૫ કરોડના સ્વભંડોળમાંી અંદાજે ૩.૭૦ કરોડ વધારાના વાપરી સીટી બસ સેવા શરૂ કરશે. રેલ્વે આર ઓ બી માટે ૧૦ કરોડની જોગવાઈ મહાનગરપાલિકા દ્વારા રેલવે આર ઓ બી માટે કુલ ૧૦ કરોડની રકમની જોગવાઈ કરવામાં આવી છે સરકારી જમીન ખરીદવા ૩ કરોડની જોગવાઈ મહાનગર પાલિકા દ્વારા રેલવે વન વિભાગ કે અન્ય સરકારી અર્ધસરકારી વિભાગોની હદમાં રસ્તા પાઇપલાઇનની મંજૂરી માટે સરકારી જમીન ખરીદવા ૩ કરોડની જોગવાઈ કરવામાં આવી

નવા નળ કનેક્શન અને ઘરવેરાના મળી કુલ ૭.૩૫ કરોડોની લેણી રકમ
 વોટર વર્ક શાખા દ્વારા ૧૬ લાખના ખર્ચે ૧૫૬૩ નવા નળ કનેક્શન આપવામાં આવ્યા જે પૈકી ૧.૮૭ કરોડ ની રકમ લેણી છે વેરા વસુલાત માટે ૧૭૦૪૪ ઘરવેરાની નવી નોંધણી કરી ૫.૪૮કરોડ ની ઉપજ બાકી હોવાનું જણાવ્યું હતુંમહાનગરપાલિકા કમિશનરે સરકારમાંી વિવિધ યોજના અંતર્ગત ગ્રાન્ટ મળે તેવા ઉદેશી વેલા વધારા સોનું રજૂ કરેલું બજેટ સ્ટેન્ડિંગ ચેરમેનને સોંપવામાં આવ્યું છે . જેને લઈ સ્ટેન્ડિંગ ચેરમેન હરેશભાઈ પરસાણા સહિતની સ્ટેન્ડિંગ સમિતિની ટીમ પ્રજાજનો પર વેરા વધારાનો બોજ લાગશે કે કાઢશે તે તો જરૂરી ચર્ચા અને બજેટ નો અભ્યાસ કર્યા બાદ જ ખ્યાલ આવશે જોકે પ્રજાજનોને માટે નવી સુવિધા કે નવા પ્રોજેક્ટ વગરનું વેરાવ વધારા વાળું બજેટ માં સ્ટેન્ડિંગ સમિતિ કેટલો સુધારો વધારો કરે તે અંગે મીટ મંડાઇ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application