જીવદયા પ્રેમી અશોકભાઈ ભટ્ટની પ્રશંસનીય કામગીરી
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકમાં છેલ્લા આશરે દોઢ દાયકાથી વધુ સમય થયા જીવદયાના ક્ષેત્રમાં કાર્યરત એવા અશોકભાઈ ભટ્ટ અને તેમની ટીમ દ્વારા દર વર્ષે હજારો સરીસૃપનું બચાવ કાર્ય કરવામાં આવી રહ્યું છે. ત્યારે ગત જૂનના એક જ માસમાં ભાણવડ અને આસપાસના ગામોમાં જુદી - જુદી જગ્યાએથી 81 જેટલા સાપોના રેસ્ક્યુ કરીને તેના પ્રાકૃતિક આવાસમાં મુક્ત કરાયા હતા.
રેસ્ક્યુ કરાયેલા સાપોમાં 39 કોબ્રા, 12 ધામણ, 3 અજગર, 8 જળસાપ 2 મગર મળી ફૂલ 81 સરીસૃપોનું રેસ્કયુ ઓપરેશન કરાયું હતું. એટલું જ નહીં, ઘાયલ સાપ કે અજગરની સારવાર પણ કરાઈ હતી અને ત્યાર બાદ તેને બરડા ડુંગરના પ્રાકૃતિક આવાસમાં મુક્ત કરાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, ઘણા સાપ પકડનાર લોકોએ આવા જીવોને બચાવવા એ આર્થિક પ્રવૃત્તિ બનાવી લીધી છે અને સાપ પકડવા માટે મોટી રકમ વસૂલે છે. ત્યારે અશોકભાઈ ભટ્ટ અને તેની ટીમના સભ્યો દ્વારા આ સેવા વિનામૂલ્યે પૂરી પાડવામાં આવી રહી છે.
વળી, હાલ ચોમાસાની ઋતુમાં સાપ કે સરીસૃપો પોતાના દરમાં પાણી જવાથી બહાર નીકળતા વધુ જોવા મળતા હોય છે. તો ઘર કે ઘરની આસપાસ આવા જીવો ક્યાંય જોવા મળે તો તેને મારવાને બદલે વન વિભાગ કે રેસ્કયુઅરનો સંપર્ક કરી, તેને રેસ્કયુ કરાવવા પણ અપીલ કરાઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMચીન તરફ મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે ફિલિપાઈન્સ, શી જિનપિંગનો વધ્યો તણાવ, અમેરિકાએ ચાલી નવી ચાલ
December 23, 2024 07:04 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech