ભાવનગરનું ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું ૮૧.૧૩ ટકા પરિણામ

  • May 31, 2023 10:33 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@team

ગત વર્ષ ૯૩.૦૯ ટકા પરિણામ નોંધાયું હતું, જે આ વર્ષે ૧૨ ટકા જેટલો ઘટાડો નોંધાયો


ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજરોજ ધોરણ - ૧૨ સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે. જે અન્વયે ૨૦ હજાર ૭૨૪ વિધાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપવામાં આવી હતી. ભાવનગર જિલ્લામાં કુલ ૮૧.૧૩ ટકા જેટલું ઉંચુ પરિણામ પરિણામ આવ્યું હતું,


આજે સવારે ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ બોર્ડની વેબસાઈટ પર જાહેર થઈ ગયું છે. જોકે, સવારે ૭:૩૦ વાગ્યે શિક્ષણ બોર્ડની વેબસાઈટ મુકવામાં આવ્યું હતું તથા વોટ્સએપ નંબર દ્વારા પણ પોતનું રિઝલ્ટ જોઈ લીધું હતું, અને ઓનલાઈન હોવાને કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓ ઘરે જ જોઈ લેતા હોય છે ભાવનગર જિલ્લાનું પરિણામ ૨૦૨૨ કરતા ૧૨ ટકા જેટલું નીચું આવ્યું હતું, 


ભાવનગર જિલ્લામાં સામાન્ય પ્રવાહના ૨૦ હજાર ૭૯૦ વિદ્યાર્થી નોંધાયા હતા તેમાંથી ૨૦ હજાર ૭૨૪ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં આજે જાહેર થયેલા થયેલા પરિણામ મુજબ A1માં- 132, A2માં- 1566, B1માં - 3449, B2માં - 4422, C1માં - 4247, C2માં - 2639, Dમાં - 349 વિધાર્થીઓનું પરિણામ આવ્યું હતું, જ્યારે E1-10, Ni-3976 મળીને ઓવર ઓલ ભાવનગર જિલ્લાનું ૮૧.૧૩ ટકા જેટલું ઊંચું રહ્યું હતું. ગત વર્ષ ભાવનગર જિલ્લાનું પરિણામમાં ૯૩.૦૯ ટકા જેટલું ઉચું રહ્યું હતું, જે આ વર્ષ કરતા ૧૨ ટકા પરિણામમાં ઘટાડો નોંધાયો હતો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application