નીતિનભાઈ પેથાણીની ટર્મ પૂરી થવાના કારણે ૨૦૨૧ થી ખાલી પડેલી સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીના કુલપતિની જગ્યા ભરવા માટે બબ્બે વખત અખબારોમાં જાહેર ખબર આપીને અરજીઓ મંગાવ્યા છતાં કોઈ લાયક ઉમેદવાર ન મળતા ત્રીજો પ્રયત્ન કરવામાં આવ્યો છે અને તેમાં કુલપતિની એક જગ્યા માટે ૮૦ જેટલી અરજીઓ આવી હોવાનું જાણવા મળે છે.
સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીને કાયમી કુલપતિ મળે તે માટે અગાઉ તારીખ ૨૦ ડિસેમ્બર ૨૦૨૧ ના રોજ અખબારોમાં જાહેરાત આપીને અરજીઓ માંગવામાં આવી હતી પરંતુ કોઈ લાયક ઉમેદવાર ન મળતા બીજી વખત તારીખ ૫ જાન્યુઆરી ૨૦૨૪ ના રોજ નવેસરથી અરજીઓ મંગાવવામાં આવી હતી. બીજા પ્રયત્ન પછી પણ કુલપતિ પદ માટેનો લાયક ઉમેદવાર સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી અને સરકારને નહીં મળતા છેલ્લે તારીખ ૨૫ જુલાઈ ૨૦૨૪ ના રોજ અખબારોમાં જાહેરાત આપીને નવેસરથી અરજી મંગાવવામાં આવી છે અને તેમાં તારીખ ૨૦ ઓગસ્ટના સાંજે ૬:૦૦ વાગ્યા સુધીમાં અરજીઓ કરવાની હતી. અંતિમ મુદત સુધીમાં નવી ૮૦ અરજી આવી હોવાનું સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીના સતાવાર સાધનો જણાવે છે.
નવી આવેલી અરજીઓના શોટિગ સહિતની પ્રક્રિયા અત્યારે ચાલુ છે અને આગામી દિવસોમાં આ તમામ અરજીઓ સર્ચ કમિટીને મોકલી આપવામાં આવશે. યુનિવર્સિટીના સુત્રોના જણાવ્યા મુજબ કુલપતિ બનવા માટે અગાઉ અન્ય યુનિવર્સિટીઓમાં વાઈસ ચાન્સેલર રહી ચૂકેલા પ્રતાપસિંહ ચૌહાણ, નિદત બારોટ ઉપરાંત પુર્વ સિન્ડિકેટ સભ્ય અને હાલ બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્ય તથા શિક્ષણ ફેકલ્ટીના ડીન ડોકટર ભરતભાઈ રામાનુજ, રમેશભાઈ કોઠારી, સરવૈયા સહિતનાઓએ અરજી કરી છે. પૂર્વ ઇન્ચાર્જ કુલપતિ નિલામબરીબેન દવે અને સચિન પરીખ જેવાઓની અરજીઓ જૂની પેન્ડિંગ છે. અગાઉ યારે અરજીઓ મંગાવવામાં આવી ત્યારે ૭૫ અરજીઓ આવી હતી અને અગાઉ અરજી કરનારને આ વખતે નવેસરથી અરજી કરવાની ન હોવાથી કુલ અરજદારોની સંખ્યા તો અનેક ગણી વધી જવાની શકયતા છે.
સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીમાં ૨૦૨૧ થી કુલપતિની જગ્યા ખાલી પડી છે અને નવા કુલપતિ નિમવા માટેની વાતો ઘણા સમયથી ચાલી રહી છે. છેલ્લે તો સચિન પરીખ અને નીલંબરીબેન દવેમાંથી કોઈ એકનું નામ ફાઇનલ ગણાતું હતું. પરંતુ છેલ્લી ઘડીએ તેમના નામ પર ચોકડી મારી દઇ નવેસરથી અરજીઓ મંગાવવામાં આવી છે. હવે સરકાર અને સર્ચ કમિટી શું કરે છે તેના પર સૌ કોઈની મીટ મંડાયેલી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજાસૂસી હજુ પણ ચાલુ છે: કિરોડી લાલ મીણાના પોતાની જ સરકાર પર પ્રહારો
February 24, 2025 03:11 PMથોરાળા, કોઠારીયા અને પડધરીના ત્રણ યુવક દ્વારા ઝેરી પ્રવાહી પી આપઘાતનો પ્રયાસ
February 24, 2025 03:09 PMજો પાર્ટીને તેમની જરૂર નથી તો તેમની પાસે વિકલ્પો છે: શશિ થરૂર
February 24, 2025 03:08 PMમેટોડામાં હિટ એન્ડ રન: બે વર્ષની બાળકીનું કાર અડફેટે મોત
February 24, 2025 03:06 PMટીપીઓના ટેબલ ઉપર પેન્ડિંગ ફાઇલોના ઢગલાઓ વચ્ચે ચાર્જ સંભાળતા સુમરા
February 24, 2025 03:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech