મોરબી જિલ્લામાં દેશી દારૂ વેચતા ૮ ઇસમો ઝડપાયા

  • April 15, 2023 12:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા દારૂના ધંધાર્થીઓ ઉપર તૂટી પડવા આદેશ અપાતા જિલ્લાના તમામ પોલીસ મથકો દ્વારા દેશી દા‚ના ધંધાર્થીઓ ઉપર પોલીસે દરોડા પાડવામાં આવ્યા છે. જયાં મોરબી જિલ્લામાં દેશી દા‚ વેચતા ૮ ઇસમો ઝડપાયા છે.


મોરબીમાં આરોપી ભરતભાઇ વેલજીભાઇ વાઘેલા વાવડી રોડ શક્તિધામ મંદિર સામે રૂપિયા ૮૦ની કિંમતના ૪ લીટર દેશી દારૂ સાથે, આરોપી રંજનબેન બટુકભાઇ ભોજવીયા વીશીપરા ખાદી ભંડાર પાસે રોડ ઉપર ‚પિયા ૮૦ની કિંમતના ૪ લીટર દેશી દારૂ સાથે, આરોપી જીગ્નાબેન ઉર્ફે જીગી રમેશભાઇ સાતોલા ત્રાજપર ખારી રામજી મંદિર પાસે રૂપિયા ૬૦ની કિંમતના ૩ લીટર દેશી દારૂ સાથે, આરોપી બાબુભાઇ માનસંગભાઇ કુંવરિયા રૂષિકેશ વિદ્યાલય નજીક જાહેરમાં રૂપિયા ૬૦ની કિંમતના ૩ લીટર દેશી દારૂ સાથે, આરોપી જયાબેન ધીરૂભાઇ ઘુંટું ગામની સીમ અંબાણી પેપર મીલની પાછળ રૂયિ ૧૦૦ની કિંમતના ૫ લીટર દેશી દારૂ સાથે, આરોપી ભાવેશભાઇ જેઠાભાઇ ખાંભાલા રાજપર ગામની સીમ, રાધે રેસીડેન્સી સામે રૂપિયા ૧૮૦ની કિંમતના ૮ લીટર દેશી દારૂ સાથે મળી આવ્યો હતો. માળિયામાં આરોપી ગંગાબેન સવજીભાઇ વાઘેલા બગસરા ગામના ઝાંપા પાસે બાવળની કાંટમાં રૂપિયા ૧૦૦ની કિંમતના ૫ લીટર દેશી દારૂ સાથે, આરોપી ઇશાભાઇ અબ્દુલભાઇ સંધવાણી અણીયારી ટોલનાકા પાસે રોડની સાઇડમાં રૂપિયા ૧૦૦ની કિંમતના ૫ લિટર દેશી દા‚ સાથે મળી આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application