ચેક પરતના કેસમાં આરોપીને ૮-માસની કેદ તથા દંડ

  • January 08, 2025 11:08 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના ઠેબા ગામના રમેશભાઈ લાખાભાઈ સભાયાએ ફરીયાદી આસીફ અલીમામદ ઘાણીવાલા પાસેથી મિત્રતાના સંબંધ દાવે હાથ ઉછીના રૂા. ૧,૭૨,૦૦૦ લીધેલા તે રકમની પરત ચુકવણી માટે આરોપી રમેશભાઈ લાખાભાઈ સભાયાએ ફરીયાદીને બે ચેકો આપેલા.


ઉપરોકત બન્ને ચેકો ફરીયાદીએ બેંકમાં રજુ કરતાં બન્ને ચેકો 'ફંડ ઈન્સફીસીયન્ટ" ના શેરા સાથે પરત ફરેલા તેથી ફરીયાદીએ તેમના વકીલ તુષાર જી.તન્ના મારફત આરોપીને લીગલ નોટીસ મોકલાવેલ તેમ છતાં આરોપીએ રકમ ન ચુકવતા ફરીયાદીએ કોર્ટમાં આરોપી રમેશભાઈ લાખાભાઈ સભાયા વિરૂધ્ધ નેગો.ઈન્સ્ટ.એકટ કલમ-૧૩૮ હેઠળ ફરીયાદ દાખલ કરેલ.


તે કેસ જામનગરના મહે. એડી.ચીફ જયુડી.મેજી.ની કોર્ટમાં ચાલી જતાં અદાલતે આરોપી રમેશભાઈ લાખાભાઈ સભાયાને કસુરવાન ઠરાવી ૮-માસની કેદ તથા ચેક મુજબની રકમ રૂા.૧,૭૨,૦૦૦ નો દંડ ફટકાર્યો છે. તથા દંડ માંથી ફરીયાદીને રૂા.૧,૭૨,૦૦૦ વળતર પેટે ચુકવવાનો હુકમ કરેલ છે. તથા તે રકમ ન ચુકવે તો એક માસની વધુ સજાનો હુકમ કરેલ છે.


આ કેસમાં ફરીયાદીના વકીલ તરીકે તુષાર જી.તન્ના રોકાયેલા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application