રાજકોટ શહેરમાં મહાનગરપાલિકાની આરોગ્ય શાખા અને ફડ શાખા દ્રારા આઇસ ફેકટરીઓ, આઇસ્ક્રીમ પાર્લર્સ, આઇસ ગોલા અને કોલ્ડડિં્રકસની દુકાનો, કહેવાતા મિનરલ વોટરના પ્લાન્ટસ વિગેરેમાં ચેકિંગ સદંતર બધં કરતા શહેરજનોની હાલત માઠી થઇ ગઇ છે અને શહેરમાં ભર ઉનાળે પાણીજન્ય રોગચાળો પ્રસરવા લાગ્યો છે. દરમિયાન રાજકોટ શહેરમાં પાણીજન્ય રોગચાળા ટાઇફોઇડના વધુ ત્રણ સહિત કુલ આઠ કેસ નોંધાયા હોવાનું મહાપાલિકાના તંત્રવાહકોએ જાહેર કયુ છે, જો કે ખાનગી તબીબી વર્તુળોના મતે મહાપાલિકાએ જાહેર કરેલા કેસ કરતા રાજકોટમાં ટાઇફોઇડના દસ ગણા વધુ કેસ છે.
મહાપાલિકાની આરોગ્ય શાખાના અધિકારી સૂત્રોએ વિકલી એપેડમિક રિપોર્ટ જાહેર કરતા આજે જણાવ્યું કે શહેરમાં છેલ્લા એક સાહમાં ટાઈફોઈડના વધુ ત્રણ સહિત કુલ આઠ કેસ, ડેંગ્યુનો એક કેસ, મેલેરિયાનો એક કેસ, ચિકન ગુનિયાનો એક કેસ, શરદી ઉધરસના ૬૬૦ કેસ, સામાન્ય તાવના ૩૦૭ કેસ અને ઝાડા ઉલટીના ૨૩૦ કેસ નોંધાયા છે.
આરોગ્ય શાખાના સૂત્રોએ ઉમેયુ હતું કે મચ્છરના ઉપદ્રવની ફરિયાદો વધતા ૭૧૯ ઘરોમાં ફોગીંગ કરાયું હતું. મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોમાં વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવે છે. તથા સંવેદનશીલ સોસાયટી, મુખ્ય મંદિરો, બગીચા, ખુલ્લા પ્લોટ, સરકારી શાળાઓ, જાહેર રસ્તાઓ તથા વધુ માનવસમુદાય એકઠો થતો હોય તેવા તમામ વિસ્તારો ફોગીંગ કામગીરી હેઠળ આવરી લેવામાં આવ્યા હતા. ડેન્ગ્યુ રોગ અટકાયતીના ભાગપે શહેરી વિસ્તારમાં રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય ૫૫૬ પ્રીમાઇસીસ જેમાં બાંઘકામ સાઇટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ, વાડી, પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પં૫, સરકારી કચેરી વગેરે સ્થળોએ મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવી હતી અને મચ્છર ઉત્પતિ સબબ રહેણાંકમાં ૨૬૬ અને કોર્મશીયલ ૧૧૦ સંકુલને નોટીસ આ૫વામાં આવી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી કાર્તિક પટેલને બે દિવસના હંગામી જામીન મંજૂર
May 13, 2025 07:38 PMબ્રિટનના PM કીર સ્ટાર્મરના ઘરમાં લાગી આગ, ટેરર એંગલથી તપાસમાં એક આરોપીની ધરપકડ
May 13, 2025 07:21 PMજામનગરમાં શહેર કોગ્રેસ અને સેવા દળની જય હિન્દ પદયાત્રા યોજાઈ
May 13, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech