ગોંડલના દાળીયા ગામની સીમમાં વાડીએ ચાલતા જુગારધામ પર દરોડો: ૮ ઝડપાયા

  • May 30, 2025 11:46 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગોંડલ તાલુકાના દાળીયા ગામની સીમમાંથી એલસીબીની ટીમે દરોડો પાડી અહીં જુગાર રમતા આઠ શખસોને ઝડપી લીધા હતાં. પોલીસે દરોડા દરમિયાન રોકડ રૂ. ૮૯,૫૦૦ અને મોબાઇલ સહિત કુલ રૂ. ૧,૦૪,૫૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

જુગારના આ દરોડાની જાણવા મળતી વિગતો મુબજ, રાજકોટ ગ્રામ્ય એલસીબી પીઆઇ વી.વી.ઓડેદરાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એચ.સી.ગોહીલ તથા ટીમ પેટ્રોલીંગમાં હતી. દરમિયાન મળેલી બાતમીના આધારે ગોંડલ તાલુકાના દાળીયા ગામની આથમણી સીમમાં નરોતમભાઇ દેવજીભાઇ વડુકીયા (રહે.દાળીયા ગામ તા.ગોંડલ) ની વાડીના મકાનમાં જુગાર રમતા આઠ શખસોને ઝડપી લીધા હતાં.

જુગાર રમતા ઝડપાયેલા શખસોમાં વાડી માલિક નરોતમ દેવજીભાઇ વડુકીયા (ઉ.વ.૫૫) ઉપરાંત પરાગ ચંદુભાઇ વોરા (ઉ.વ. ૪૦), અનીલ દામજીભાઇ વોરા (ઉ.વ. ૪૧), ઇસુબ અલ્લારખભાઇ દલ (ઉ.વ. ૪૦), ભીખા આંબાભાઇ ઘાડીયા (ઉ.વ. ૭૦), બાબુ વાલજીભાઇ ભુત (ઉ.વ. ૭૬), હમીર સુલેમાનભાઈ દોઢીયા (ઉ.વ. ૫૩), સાબીત હુશેનભાઇ દલ (ઉ.વ.૫૫) નો સમાવેશ થાય છે. પોલીસે પટમાંથી રોકડ રૂ.૮૯,૫૦૦ અને મોબાઇલ સહિત કુલ રૂ. ૧,૦૪,૫૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ કામગીરીમાં એલસીબીની ટીમના એ.એસ.આઇ. ઇન્દ્રસિંહ જાડેજા,જયવીરસીંહ રાણા,બાલકૃષ્ણભાઇ ત્રીવેદી, રવિદેવભાઇ બારડ, રોહિતભાઇ બકોત્રા, વકારભાઇ આરબ,બ્રિજરાજસિંહ જાડેજા તથા હેડ.કોન્સ. અનિલભાઇ ગુજરાતી, ભગીરથસિંહ જાડેજા, મનોજભાઇ બાયલ, ઘનશ્યામસીંહ જાડેજા કોન્સ. મેહુલભાઇ સોનરાજ, પ્રકાશભાઇ પરમાર, મહીપાલસિંહ ચુડાસમા સાથે રહ્યા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application