કતારમાં મૃત્યુદંડની સજા પામેલા ૮ ભારતીયની ટૂંકમાં ઘર વાપસી

  • December 22, 2023 11:21 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભારતીય નૌકાદળના આઠ ભૂતપૂર્વ કર્મચારીઓ કતારની જેલમાં બધં છે, જેમને મૃત્યુદંડની સજા આપવામાં આવી છે. આ લોકોએ સજા વિદ્ધ કોર્ટમાં અપીલ દાખલ કરી છે.જે અનુસંધાને વિદેશ મંત્રાલયના પ્રવકતા અરિંદમ બાગચીએ જણાવ્યું હતું કે કતારની અદાલતે આઠ ભૂતપૂર્વ ભારતીય નૌકાદળના કર્મચારીઓ દ્રારા દાખલ કરાયેલી અપીલ પર ત્રણ વખત સુનાવણી કરી છે. ભૂતપૂર્વ કર્મચારીઓ વતી તેમને આપવામાં આવેલી ફાંસીની સજા સામે કતાર કોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવી હતી. બાગચીએ કહ્યું કે ભારત તેમને સુરક્ષિત રીતે પરત લાવવા માટે કામ કરી રહ્યું છે. જાસૂસીના કેસમાં આઠ ભૂતપૂર્વ કર્મચારીઓને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે.


અરિંદમ બાગચીએ મીડિયા બ્રીફિંગમાં જણાવ્યું કે કતારના શાસકે ૧૮ ડિસેમ્બરે દેશના રાષ્ટ્ર્રીય દિવસના અવસર પર ભારતીય નાગરિકો સહિત ઘણા કેદીઓને માફ કર્યા. પરંતુ ભારતીય પક્ષને હજુ સુધી માફ કરવામાં આવેલા લોકોની ઓળખ નથી. આ જ કારણ છે કે હજુ સુધી એ સ્પષ્ટ્ર નથી થયું કે કતારમાં મૃત્યુદંડની સજા ભોગવી રહેલા ભારતીય નૌકાદળના આઠ ભૂતપૂર્વ જવાનો પણ માફી મેળવનારાઓમાં સામેલ છે કે કેમ.

ઓકટોબરમાં મૃત્યુદંડની સજા મળી
જે આઠ ભારતીય નાગરિકો કતાર કોર્ટમાં મૃત્યુદંડનો સામનો કરી રહ્યા છે. તેમાં એવા અધિકારીઓનો સમાવેશ થાય છે જેમણે ભારતીય નૌકાદળમાં ફ્રન્ટલાઈન યુદ્ધ જહાજો પર સેવા આપી છે. ૨૬ ઓકટોબરે કતાર કોર્ટે આ આઠ લોકોને મોતની સજા સંભળાવી હતી. સજા સંભળાવતા પહેલા, તેને કોઈપણ સુનાવણી વિના એક વર્ષ સુધી કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા. અહેવાલો અનુસાર આ લોકો પર જાસૂસીનો આરોપ છે. ભારતે કહ્યું છે કે કોર્ટના નિર્ણયને સાર્વજનિક પણ કરવામાં આવ્યો નથી.

વિદેશ મંત્રાલયે શું કહ્યું?
ભારતીય નાગરિકો સાથે જોડાયેલા એક પ્રશ્નનો જવાબ આપતાં અરિંદમ બાગચીએ કહ્યું, 'આ મામલો હવે કતારની અપીલ કોર્ટમાં છે અને અહીં ૨૩ નવેમ્બર, ૩૦ નવેમ્બર અને ૭ ડિસેમ્બરે ત્રણ વખત સુનાવણી થઈ હતી. દરમિયાન, દોહામાં હાજર અમારા રાજદૂતને ૩ ડિસેમ્બરે આ તમામ લોકોને મળવા માટે કોન્સ્યુલર એકસેસ મળ્યો. આ સિવાય મારી પાસે અત્યારે શેર કરવા માટે કઈં નથી.તેણે કહ્યું, 'અમારી પાસે ચોક્કસપણે કોઈ સંકેત નથી કે આ આઠ લોકો સંડોવાયેલા છે અને જેમ તમે જાણો છો, કેસ ચાલી રહ્યો છે. હત્પં માત્ર એટલું જાણું છું કે તેમાં કેટલાક ભારતીયો છે.વિદેશ મંત્રાલયના પ્રવકતાએ કહ્યું, 'અમે પહેલા પણ કહ્યું છે કે આ એક ગંભીર મામલો છે, જેના પર અમે કામ કરી રહ્યા છીએ. અમે અમારા લોકોને શકય તેટલી વહેલી તકે ભારત પરત કેવી રીતે લાવવા તે જોઈ રહ્યા છીએ. આ તે છે જેના પર અમે ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application