સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી યોજના હેઠળ વોર્ડ નં.3માં પટેલકોલોની શેરી નં.12માં પીએન માર્ગથી કોર્ટ થઇ ગાંધીનગર માજોઠીનગર રેલ્વે ટ્રેક સુધી સ્ટ્રોમ વોટર ડ્રેનેજ બનાવવા ા.451.79 લાખ મંજુર: હાઇકોર્ટના ચુકાદા બાદ 17 ચોકીદારોને હકક-હિસ્સા ચુકવવાની દરખાસ્ત મંજુર
જામનગર મહાપાલિકાની સ્ટે.કમિટીએ આજે ા.8.79 કરોડના વિકાસ કામોને મંજુરી આપી છે તેમજ ા.1.11 લાખની આવક પણ દશર્વિવામાં આવી છે, ખાસ કરીને સ્વર્ણિમ જયંતિ શહેરી વિકાસ યોજના વર્ષ 2024-25ની આંતર માળખાકીય સુવિધાની ગ્રાન્ટમાંથી સિવીલ નોર્થ ઝોન વોર્ડ નં.3માં પટેલકોલોની શેરી નં.12માં પીએન માર્ગથી નવી કોર્ટ બિલ્ડીંગ થઇ ગાંધીનગર માજોઠીનગર રેલ્વે ટ્રેક સુધી સ્ટ્રોમ વોટર ડ્રેનેજ બનાવવા ા.451.79 લાખ સ્ટે.કમિટીએ મંજુર કયર્િ હતાં, ઉપરાંત કોર્પોરેશનના કુલ ન.પા.શિ.સમિતિ દ્વારા નિમણુંક પામેલ ફુલટાઇમ ચોકીદાર કમ પટવાળા 17 વ્યકિતને તેમના બાકી રહેલા હકક-હિસ્સા ચુકવવા હાઇકોર્ટમાં તેઓએ પીટીશન કયર્િ બાદ આ તમામને રકમ ચુકવવા અને આ પ્રકરણ જનરલ બોર્ડમાં મંજુરી માટે મોકલવા નિર્ણય કર્યો હતો.
આ ઉપરાંત શિક્ષણ સમિતિના નિમણુંક પામેલ પટ્ટાવાળાઓને નિયમીત કરવા અંગે ઔદ્યોગીક અદાલતના હુકમ સામે હાઇકોર્ટમાં કરેલ પેન્ડીંગ અપીલ દરમ્યાન વિવાદનું સમાધાન કરવા સ્ટે.કમિટીએ મંજુરી આપી હતી અને આ પ્રકરણ જનરલ બોર્ડમાં મુકવા ઠરાવ કરાયો હતો. સાંસદ અને ધારાસભ્યની ગ્રાન્ટમાંથી શહેરી વિકાસમાં આરસીસી બેન્ચીસ મુકવા ા.30 લાખ, વોર્ડ નં.3 પટેલકોલોની શેરી નં.12માં ગાંધીનગર સુધી સીસી રોડ બનાવવા માટે ા.77.49 લાખ મંજુર કરાયા હતાં જયારે વોર્ડ નં.16માં હર્ષદમીલની ચાલીથી ટીટોડીવાડી તરફ સીસી રોડ બનાવવા ા.10.39 લાખ અને વોર્ડ નં.10માં રાધા-કૃષ્ણ પાર્કમાં આવેલ જગ્યામાં દલપતરામ હરખજી ત્રિવેદી મોઢ બ્રાહ્મણ જ્ઞાતિની જગ્યામાં કોમ્યુનીટી હોલ બનાવવા માટે ા.15 લાખ અને વોટર વર્કસ શાખા દ્વારા વોર્ડ નં.2, 3 અને 4માં સીસી ચરેડા બનાવવા માટે ા.15 લાખ મંજુર કરાયા હતાં.
સ્ટે.કમિટીની એક બેઠક ચેરમેન નિલેશ કગથરાના અઘ્યક્ષ સ્થાને મળી હતી જેમાં મેયર વિનોદ ખીમસુરીયા, ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, મ્યુ.કમિશ્નર ડી.એન.મોદી, ડીએમસી ઝાલા અને ઇન્ચાર્જ આસી.કમિશ્નર જીગ્નેશ નિર્મલ સહિત 11 સભ્યો હાજર રહ્યા હતાં. વોર્ડ નં.8માં ખાનગી સોસાયટીમાં હાઉસીંગ બોર્ડની વસાહતો અને રહેણાંક વિસ્તારોમાં લોકભાગીદારીથી માળખાકીય સુવિધા અંતર્ગત સીસી રોડ, સીસી બ્લોક માટે ા.20 લાખ મંજુર કરાયા હતાં, જયારે શ્યામજીકૃષ્ણ વમર્િ ગાર્ડનમાં ફ્રેન્ચાઇઝી માટે ા.1.11 લાખ 5 વર્ષ સુધી લીઝ પર આપવાની દરખાસ્ત મંજુર કરાઇ હતી.
વોર્ડ નં.1 થી 4 અને વેસ્ટ ઝોન વોર્ડ નં.5 થી 8માં ભૂગર્ભ ગટર પાઇપલાઇન નાખવા ા.31.52 લાખ, સફાઇ કામદારો માટેના યુનિયન ખરીદવા રેઇટ કોન્ટ્રાકટમાં ા.20 લાખ, કોન્ટ્રાકટ બેઇઝ કર્મચારીને છ માસ માટે નવી નિમણુંક આપવી અને સોશ્યલ ડેવલોપમેન્ટ સ્પેશ્યાલીસ્ટની જગ્યા ઉપર કોન્ટ્રાકટ બેઇઝથી નવી નિમણુંક આપવા 11 માસ કોન્ટ્રાકટ આપવા મંજુર કરાયા હતાં, સોલીડ વેસ્ટ શાખાના કર્મચારી જીણા પરમારને કેન્સરની બિમારી માટે ા.75 હજારની આર્થીક સહાય અને જામ્યુકોના મુખ્ય વહિવટી ભવન ખાતે આર્મીમેન અને મહીલા ગાર્ડની સેવા માટે ા.6.67 લાખ મંજુર કરવામાં આવ્યા હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેશોદ-મુંબઈ વિમાની સેવા બંધ થતાં વેપારીઓ અને પર્યટન ક્ષેત્રને ફટકો, પુનઃ શરૂ કરવાની માગ
April 03, 2025 09:09 PMઅમેરિકામાં તોફાનથી ભયંકર તબાહી, લાખો ઘરોની વીજળી ગુલ, પૂર આવવાનો પણ ખતરો
April 03, 2025 09:07 PMલંડનથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ ટર્કી પહોંચી, 200થી વધુ ભારતીયો 15 કલાકથી ફસાયા, જાણો શું છે કારણ
April 03, 2025 09:05 PM4 એપ્રિલની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
April 03, 2025 09:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech