મોરબીમાં જિલ્લા કક્ષાના ૭૮મા સ્વતંત્ર પર્વની ઉજવણી

  • August 16, 2024 10:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સ્વાતંય પર્વની શુભેચ્છાઓ આપતા કલેકટરએ આઝાદીની ચળવળમાં જોડાયા સ્વાતત્રં વીરો અને આ લડતમાં બલિદાન આપી શહિદ થયેલા વીરોને શત શત નમન કરતા જણાવ્યું હતું કે, આ વિરલ વિભૂતિઓની વર્ષેાની આઝાદીની લડતના કારણે આજે આપણે સ્વતત્રં ભારતના આ મીઠા ફળ ખાઈ શકીએ છીએ. હર ઘર તિરંગા અભિયાનમાં મોરબી જિલ્લાએ જે જોમ જુસ્સો દેખાડો તે માટે પણ હત્પં જિલ્લા વાસીઓનો આભાર વ્યકત કં છું.
મોરબીના ઔધોગિક વિકાસ અને મહત્વની વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, મોરબી જિલ્લાનો સિરામિક ઉધોગ ચીન જેવા દેશને હંફાવાની તાકાત ધરાવે છે. ત્યારે હાલ મોરબી જિલ્લો વિકાસના માર્ગે નવી ઐંચાઈઓ હાંસલ કરી રહ્યો છે. મોરબી જિલ્લામાં નિર્માણ પામનાર મેડિકલ કોલેજ, જીઆઇડીસી સિરામિક પાર્ક, ગતિ શકિત ટર્મિનલ, નવલખી બંદર ખાતેની નવી જેટી, મોરબી–હળવદ તેમજ મોરબી–જેતપર–અણીયારી રોડ સહિતના વિકાસકામોની કલેકટરએ વિગતે વાત કરી હતી. આ ઉજવણી અન્વયે કલેકટરે મહિલા પોલીસ સહિતના જવાનોનું પરેડ નિરીક્ષણ કયુ હતું. સ્વતંત્રતા દિવસના પર્વ નિમિતે લોકોએ દેશ ભકિતના રંગેમાં સૌને તરબોળ કરી દે તેવા રાષ્ટ્ર્ર પ્રેમને સમર્પિત ઓ દેશ મેરે, વિજય ભવ, તેરી મિટ્ટી મેં મિલ જાવાં, જય જવાન જય કિસાન, એસા દેશ હે મેરા, યોગા ડાન્સ સહિત સાંસ્કૃતિક કાર્યક્રમો નિહાળ્યા હતા. વિધાર્થીઓ યોગ સહિતના વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો થકી કલાના કામણ પાથર્યા હતા. આ પ્રસંગે મોરબી તાલુકાના વિકાસ માટે રાય સરકાર તરફથી ૨૫ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.
સાંસ્કૃતિક કાર્યક્રમ બાદ મહાનુભાવોના હસ્તે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તેમજ જિલ્લામાં વર્ષ દરમિયાન શ્રે કામગીરી કરનાર અધિકારીકર્મચારીઓ ઉપરાંત જિલ્લાના રમતવીરો અને આ કાર્યક્રમમાં સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ કરનાર વિધાર્થીઓનું પ્રશસ્તિપત્ર અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું.  કાર્યક્રમના અંતે સર્વે મહાનુભવોએ વૃક્ષારોપણ કયુ હતું



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application