અમદાવાદમાં 75 વર્ષના NRI વૃદ્ધની હત્યામાં ઘટસ્ફોટ, સ્પા ગર્લે જ પતાવી દીધા, લૂંટ માટે ઘડ્યો આવો ખતરનાક પ્લાન

  • January 15, 2025 04:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમદાવાદના વસ્ત્રાપુરના મોહિની ટાવરમાં 13 જાન્યુઆરીએ પોતાના જ ઘરમાંથી કેનેડાથી પરત ફરેલા કનૈયાલાલ ભાવસારનો મૃતદેહ મળી આવ્યો હતો. કનૈયાલાલની પત્ની વર્ષા ભાવસાર જ્યારે ઘરે આવી ત્યારે તેણે પતિનો મૃતદેહ મળી આવ્યો હતો. શરૂઆતમાં મૃતદેહ પર કોઈ ઈજાના નિશાન ન દેખાતા તેને કુદરતી મૃત્યુ માની લેવામાં આવ્યું હતું. જો કે, કેટલીક કિંમતી વસ્તુઓ ગુમ હોવાનું ધ્યાને આવતા પત્નીને શંકા થતાં પોલીસમાં ફરિયાદ કરી હતી. ત્યારબાદ પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમમમાં મોકલી તપાસ હાથ ધરી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યા બાદ હત્યાનો ઘટસ્ફોટ થયો હતો.


આ કેસની તપાસ હાથ ધરતા પોલીસને જાણ થઈ કે, જ્યારે હત્યા કરવામાં આવી ત્યારે કનૈયાલાલ ભાવસાર ઘરે એકલા હતાં. બપોરે દોઢથી અઢી વાગ્યાની વચ્ચે એક મહિલા સિક્યોરિટી ઓફિસમાં એન્ટ્રી કર્યા વિના જ પ્રવેશ કરવા દેવામાં આવ્યો હતો. બાદમાં પોલીસે આ અજાણી મહિલાને શંકાસ્પદ ગણી તપાસ હાથ ધરી હતી. વધુ તપાસ કરતાં જાણ થઈ કે, ઘરમાંથી અનેક કિંમતી ઘરેણા અને મોંઘી વસ્તુઓ ગુમ થઈ હતી. બાદમાં, પોલીસે શંકાસ્પદ મહિલા અને તેની સાથીની ધરપકડ કરી આ વિશે વધુ તપાસ હાથ ધરી હતી.


તપાસ દરમિયાન સામે આવ્યું કે, કેનેડાના કાયમી નિવાસી કનૈયાલાલ ભાવસાર વારંવાર અમદાવાદ આવતા હતાં. જ્યાં તેઓ એક સ્પામાં જતાં. આ સ્પામાં તેમની મુલાકાત હીના નામની યુવતી સાથે થઈ હતી. લગભગ 18 મહિના મહિલા પહેલાં હીના કનૈયાલાલના સંપર્કમાં આવી હતી. બાદમાં જ્યારે પણ કનૈયાલાલ અમદાવાદ આવતા ત્યારે હીના તેમને ઘરે મળવા જતી. જોકે, હીનાને જાણ થઈ કે, કનૈયાલાલ NRI છે અને તેમની પાસે કિંમતી વસ્તુઓ છે તો તેણે લાલચમાં આવી લૂંટનો પ્રયાસ કર્યો હતો.


કનૈયાલાલનું ગળુ દબાવી પતાવી દીધા
આ લૂંટની યોજનામાં હીનાએ આનંદ નામના વ્યક્તિને સાથે રાખ્યો હતો. કનૈયાલાલ અમદાવાદ આવ્યા એવી માહિતી મળતાં જે તેણે લૂંટની યોજના બનાવી હતી. તે કનૈયાલાલને તેમના ઘરે મળવા ગઈ અને જેવી તક મળી કે, તેમને બેભાન કરી દીધાં. બાદમાં કોઈને ધ્યાને ન આવે તેમ આનંદને ઘરમાં પ્રવેશ કરાવી ઘરની તમામ કિંમતી વસ્તુઓ ચોરી કરી રહ્યા હતા. આ દરમિયાન કનૈયાલાલ થોડા ભાનમાં આવતા હીનાની યોજના નિષ્ફળ થઈ રહી હતી. ત્યારે હીનાએ ગભરાઈને કનૈયાલાલનું ગળુ દબાવી પતાવી દીધા હતા અને ચોરેલી વસ્તુ ત્યાંથી લઈને ભાગી ગયાં હતા. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application