ભાવનગર રેલ્વે ડિવિઝનમાં ૭૪માં ગણતંત્ર દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી

  • January 26, 2023 08:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@team

ભાવનગર મંડળે 26મી જાન્યુઆરી, 2023 (ગુરુવાર) ના રોજ 74મો ગણતંત્ર દિવસ પૂરા ઉત્સાહ સાથે ઉજવ્યો. ડિવિઝનલ રેલ્વે મેનેજર મનોજ ગોયલે રેલ્વે સ્ટેડિયમ - ભાવનગર પરા ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો અને ધ્વજને સલામી આપી હતી. વરિષ્ઠ મંડલ સુરક્ષા આયુક્ત રામરાજ મીણાના આગવાનીમાં રેલ્વે પ્રોટેક્શન ફોર્સ, સિવિલ ડિફેન્સ, સ્કૂલ ટ્રુપ અને સ્કાઉટ્સ એન્ડ ગાઈડ્સના સૈનિકોએ આ પ્રસંગે પરેડની સુંદર ઝાંખી રજૂ કરી હતી, 


જેનું ડિવિઝનલ રેલવે મેનેજર દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. પરેડનું નેતૃત્વ મોહનલાલ ખીચીએ કર્યું હતું અને તેમને  વિકાસ દુબેએ મદદ કરી હતી. તે પછી, મંડલ રેલ પ્રબંધકે આ પ્રસંગે પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર અશોક કુમાર મિશ્રનો સંદેશ વાંચી સંભળાવ્યો અને તેમણે તમામ અધિકારીઓ, કર્મચારીઓ અને નાગરિકોને 74માં ગણતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી. આ પ્રસંગે રેલ્વે સુરક્ષા દળ દ્વારા રેલ્વે સુરક્ષામાં વપરાતા સાધનોનું એક પ્રદર્શન યોજવામાં આવ્યું હતું, જેનું ડીવીઝનલ રેલ્વે મેનેજર સહિત અન્ય અધિકારીઓએ નિહાળ્યું હતું. 


કાર્યક્રમ દરમિયાન ટોલી અને ઈસરો નામના ડોગ દ્વારા અલગ-અલગ સ્ટંટ બતાવવામાં આવ્યા હતા. શાળાના બાળકો અને રેલવે કર્મચારીઓ દ્વારા સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરવામાં આવ્યો હતો. 

આ પ્રસંગે ડીવીઝનના અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે, ડિવિઝનલ રેલ્વે મેનેજરે કાર્યક્રમને સફળ બનાવવામાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર કર્મચારીઓને પુરસ્કૃત કર્યા હતા. ભાવનગર ડિવિઝનના ડિવિઝનલ હોસ્પિટલ, કોચિંગ ડેપો સહિત તમામ સ્ટેશનો પર પણ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application