પરિક્રમામાં ૭૨૦૦ દર્દીઓને સારવાર અપાઈ

  • November 14, 2024 10:47 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગિરનારની લીલી પરિક્રમામાં લાખો ભાવિકો ઉમટયા છે. જંગલના ટ પર તબિયત લથડવાના બનાવમા ત્વરિત સારવાર મળે તે માટે આરોગ્ય વિભાગની ૧૦ ટીમ દ્રારા હંગામી દવાખાના કાર્યરત કરાયા છે.કપરા ટ પર ચાલીને થાકી સ્નાયુ ખેંચાવાના, નસ પકડાઈ જવી, સાંધામા દુખાવો મળી શરીરના દુખાવાના સૌથી વધુ ૪૪૫૬ દર્દીઓને સારવાર આપવામાં આવી હતી.૭ ભાવિકોને વીંછી કરડયા હતા.બે દિવસમાં કુલ ૭૨૦૦ ભાવિકોને તબીબી ટીમ દ્રારા સારવાર આપી હતી. અંબાજી મંદિર સહિત કુલ ૧૦ સ્થળોએ  જિલ્લા આરોગ્ય વિભાગની ૮ મહાપાલિકાની એક અને સિવિલ હોસ્પિટલની એક મળી કુલ ૧૦૧૦આરોગ્ય આરોગ્ય વિભાગના હંગામી દવાખાના રાખી પેરામેડિકલ ટીમ દવાઓ સાથે કાર્યરત કરવામાં આવી છે. જેથી બે દિવસમાં જ થાકીને ટસ થયેલા ભાવિકોના શરીરમાં દુખાવાની સૌથી વધુ ફરિયાદ રહી હતી.બે દિવસ દરમિયાન સ્નાયુ દુખાવા, પગમાં સોજા ચડવા, નસ દબાવી, સહિત ૪,૪૫૬ દર્દીઓ નોંધાયા હતા જેને તબીબી ટીમોએ દવા, ગ્લુકોઝ પાવડર, તથા હળવી કસરત કરાવી સારવાર આપવામાં આવી હતી.પરિક્રમા દરમિયાન ૭ ભાવિકોને વીંછી કરડયા હતા.જેમાંથી ત્રણ દર્દીને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડયા હતા.યારે સામાન્ય અસર થતા ચારને સ્થળ પર સારવાર આપવામાં આવી હતી. મિશ્ર વાતાવરણના કારણે તબિયત લથડવાના બનાવમાં ૫૨૩ પરિક્રમાથીઓને તાવ,૧૨૫૭ને શરદી ઉધરસ,સતત હલનચલન ઉપરાંત ભોજનમાં પાચન ન થતા ૧૬૮ને ઝાડા, ૧૦૧ને ઉલટી તથા ૫૯ને ઝાડા ઉલટી થતા મેડીકલ ટીમ દ્રારા ગ્લુકોઝ અને ઇલેકટ્રોલ પાવડર, એન્ટીબાયોટિક દવા ઇન્જેકશન આપી સારવાર આપવામાં આવી હતી.તેમજ વિવિધ ટ પર  આંગળી અને ગળામાં દુખાવો, ખાલી ચડવી, શરીર ઠંડુ થવું, ચક્કર આવવા, સહિતના ૫૯૯ ભાવિકોને ત્વરિત સારવાર આપવામાં આવી હતી.પગમાં છાલા પડવાના બનાવમાં ઈજાગ્રસ્તને ડ્રેસિંગ પણ કરવામાં આવ્યું હતું.


વૃધ્ધે એકલા યાત્રા ન કરવી–ડો.કૃતાર્થ બ્રહ્મભટ્ટ
ગિરનાર પરિક્રમા દરમિયાન યાત્રાળુઓને આરોગ્યની તકેદારી રાખવા જૂનાગઢ સિવિલ સુપ્રીડેન્ટ દ્રારા તબિયત લથડવાના બનાવવામાં દર્દીઓને તકેદારી અને ત્વરિત સારવાર માટે ટિપ્સ આપી છે.જૂનાગઢ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ કૃતાર્થ બ્રહ્મભટ્ટે જણાવ્યું કે, પરિક્રમા દરમિયાન વયોવૃદ્ધ યાત્રિકો ઉપરાંત બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, હૃદય રોગ કે હૃદય રોગ માટે સર્જરી કરાવી છે તેવા ભાવિકોએ આરોગ્યનું વિશેષ ધ્યાન રાખવું જરી છે.તેમણે નિયમિત દવા લેવી જરી છે.ડોકટર દ્રારા પ્રિસ્ક્રાઇબ કરાયેલ હોય તો નાઇટ્રો ગ્લિસરીનની ગોળી જીભ નીચે રાખવી તેમજ એસ્પિરિનની ટેબલેટ સાથે રાખી શકાય.પરિક્રમા દરમિયાન છાતીમાં દુખાવો, બેચેની લાગવી, ગભરામણ થવી, ચક્કર આવવા વગેરે લક્ષણ જણાય તો ત્વરિત ચાલવાનું બધં કરી આરામ કરવો જોઈએ. સાથે જ  હંગામી દવાખાના ભાગ કરવામાં આવ્યા છે તેનો સંપર્ક કરવો જોઈએ.

૧૦૮ દ્રારા ઈજાગ્રસ્તો સહિત ૨૬ દર્દીને સારવારમાં ખસેડાયા
જંગલ વિસ્તારમાં ત્વરિત સારવાર માટે ૧૦૮ આશીર્વાદપ રહી હતી. પરિક્રમાના ટ પર બીમાર દર્દીઓને ત્વરિત સારવાર મળી રહે તે માટે ૧૦૮ એમ્બ્યુલન્સની ૮ ટીમ ભવનાથ પોલીસ સ્ટેશન, મેંદપરા, બીલખા રામનાથ મંદિર ભવનાથ એન્ટ્રીગેટ, કાળવા ચોક તરફ, ભવનાથ પાકિગ, રેલ્વે સ્ટેશ ન,ગિરનાર પર્વત પાસે, વંથલી બાયપાસ હાઈવે સહિતના વિવિધ ટ પર રાખવામાં આવી છે. ૧૦૮ના મહેન્દ્રસિંહ ના માર્ગદર્શન હેઠળ ઇમરજન્સીની ટીમનો સ્ટાફ રાઉન્ડ ધ કલોક ખડે પગે રહ્યો છે. જંગલ વિસ્તારમાં ઈમરજન્સીના બનાવમાં પણ એમ્બ્યુલન્સ નો સ્ટાફ તાત્કાલિક સ્ટ્રેચર સાથે પહોંચી તાત્કાલિક સારવાર અર્થે પહોંચી હતી.બે દિવસમાં જ ઇમરજન્સી એમ્બ્યુલન્સના સ્ટાફ દ્રારા હૃદય રોગના ૬ દર્દીઓ,ટ્રોમાના ૮, વીંછી કરડવાના ૩,બેભાન , પેટમાં દુખાવો, પડી જવા થી ઈજાગ્રસ્ત, સહિતના ૨૦ વિવિધ કેસ સહિત બીમાર ૩૩ દર્દીઓને જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં યારે ચાર દર્દીઓને ભેસાણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે  ખસેડવામાં આવ્યા હતા. હજુ પણ પરિક્રમા પૂર્ણ ન થાય ત્યાં સુધી તમામ ટીમ વિવિધ ટ પર ખડે પગે રહેશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News