જુદા જુદા 13 સ્થળે પોલીસ ત્રાટકી : શ્રાવણીયા જુગારની મોસમ પુરબહારમાં : રોકડ, સાહિત્ય સહિતનો મુદામાલ જપ્ત
જામનગર શહેર, જીલ્લામાં શ્રાવણીયા જુગારની મોસમ પુરબહારમાં ખીલી હોય તેમ અલગ અલગ વિસ્તારોમાં પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવી રહયા છે જેમાં તિનપતીનો મોજ માણતા ઝપટમાં આવ્યા છે, ગઇકાલે વધુ 13 સ્થળોએ દરોડા પાડીને 3 મહિલા સહિત 72 પત્તાપ્રેમીઓને પકડી લેવામા આવ્યા હતા, દરેડ જીઆઇડીસી, દડીયા, ફેસ-2, સિકકા પાટીયા, ગોકુલનગર, સુભાષપરા, બાલંભા, લાલપુર, મોડપર, નંદાણા વિસ્તારમાં પોલીસ ત્રાટકી હતી.
જામનગર ગ્રામ્ય ડીવાયએસપી આર.બી. દેવધાના માર્ગદર્શન હેઠળ પંચકોશી-બીના પીએસઆઇ સી.એમ. કાંટેલીયાની સુચના અનુસાર સ્ટાફ દ્વારા પેટ્રોલીંગ દરમ્યાન જુગારના 4 કેશ શોધી કાઢયા છે, દરેડ જીઆઇડીસી, ફેસ-2, રણજીત ટ્રાન્સપોર્ટ નજીક કેબીન પાસે જાહેરમાં તિનપતીનો જુગાર રમતા મુળ યુપીના હાલ દરેડ રહેતા નફીશ અયુબખાન, મુન્ના શાહબખાન, દિલસાદ મુસ્તાક પઠાણ અને વસીમ પીરગુલામખાન નામના શખ્સોને રોકડા 19700 સાથે પકડી લીધા હતા.
બીજા દરોડામાં દરેડ મારવાડીવાસ પાીણના ટાંકા પાસે જાહેરમાં તિનપતીનો જુગાર રમતા દરેડ ચોકડી પાસે રહેતા જીગર મુકેશ વાદી, દુદા માલા સોલંકી, વિકકી વસંત ચોરસીયા, વિજય જયંતી વાદી, કલ્પેશ મેસણ સોલંકી, કરણ ઉર્ફે ભોપો કાંતી વાદી નામના શખ્સોને રોકડા 11600 અને ગંજીપતા સાથે ઝડપી લીધા હતા.
ત્રીજા દરોડામાં દરેડ જીઆઇડીસી ફેસ-3 ગુજરીબજાર પાસે જાહેરમાં તિનપતીનો જુગાર રમતા શિવ સર્કલ પાછળ રહેતા મુનેશ ઉર્ફે મોનુ સોનુ વસેકલા, ઇન્દરસિંહ દિતીયા દેહદીયા, નાનકા મંગુસીંગ દેહદીયા, ગુડુ વેસ્તા મસાનીયા, મોતીયા દસરીયા ભુરીયા નામના ઇસમોને રોકડા 10440 સાથે અટકામાં લીધા હતા.
ચોથા દરોડામાં દડીયા ગામ મંદિરની આગળની ગલીમાં જાહેરમાં તિનપતીનો જુગાર રમતા દડીયા ગામના ધાર્મિક દિનેશ મકવાણા, વછરાજ ઉર્ફે વાસુ ગાંગા મકવાણા, મોખાણા વાડી વિસ્તારના જગદીશ ભીખા પાટડીયા, દડીયાના અશોક દિનેશ ધ્રુવ, આમરાના કિરીટ કાના મઇડા, દડીયાના ખોડુ બાબુ કંબોયા નામના શખ્સોને રોકડા 12210 અને ગંજીપતા સાથે દબોચી લીધા હતા. આ દરોડાની કાર્યવાહી સ્ટાફના ભયપાલસિંહ, જયપાલસિંહ, એમ.એલ. જાડેજા, બાબુભાઇ, મેહુલભાઇ વિગેરે દ્વારા કરવામાં આવી હતી.
આ ઉપરાંત સીટી-સી પીઆઇ જે.વી. ચૌધરીની સુચના મુજબ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે મળેલ હકીકત આધારે શંકરટેકરી સુભાષપરા શેરી નં. 1માં તિનપતીનો જુગાર રમતા સુભાષપરાના દામજી સોમા મકવાણા, નવિન રણછોડ નાખવા, કિશન અનિલ ઘટાર, મેહુલ પુના ચૌહાણ, મહેશ ઉર્ફે લાલો કિશોર પરમાર, ભાવેશ મનસુખ ગોસ્વામી, રવિ ગોપાલ વારસુર, દિપ મનોજ ચૌહાણ, આદેશ રમણ માંગલીકા નામના શખ્સોને રોકડા 10340 સાથે પકડી લીધા હતા.
તેમજ ગોકુલનગર રડાર રોડ પર જાહેરમાં તિનપતીનો જુગાર રમતા ધર્મિષ્ઠાબેન વિનોદ સોલંકી, પુરીબેન રમેશ ગોહીલ, ઉજીબેન વિનુ બાંભણીયા, પાળેશ્ર્વરનેશના અજય ધીરુ ધામેચા, અયોઘ્યાનગરના સંજય દયાળજી ખાણધરને રોકડા 11380 અને ગંજીપતા સાથે અટકમાં લીધા હતા.
અન્ય દરોડામાં જામજોધપુરના શેઠવડાળા પોલીસ સ્ટેશનના પ્રો. પીઆઇ બોરીચા અને સ્ટાફ દ્વારા જુગાર અંગે દરોડો પાડીને નંદાણા માલધાર સીમ વિસ્તારમાં જાહેરમાં તિનપતીનો જુગાર રમતા મહેશ નાથા બરાઇ, રાજા ભુરા કોટા, ખીમા પોલા ગાજરોતર, રતા મૈયા ખીંટ, મયુર ગોવા ચંદ્રવાડીયા, ગોપાલ ગોરધન મકવાણા, ભાયા લખમણ છેલાણાને રોકડા 17210 સાથે પકડી લીધા હતા.
ધ્રોલના મોડપર ગામમાં તિનપતીનો જુગાર રમતા સાહીલ તુલશી પીપરીયા, ભરત હરજી વડારીયા, રાજેશ સવજી પીપરીયા, હિતેશ જેન્તી સાકરીયાને રોકડા 10350 અને ગંજીપતા સાથે દબોચી લીધા હતા. જોડીયાના બાલંભાથી વીરપર રોડ પર લાઇટના અંજવાળે તિનપતીનો જુગાર રમતા બાલંભાના શૈલેષ જગદીશ રાઘવાણી, વિપુલ હસમુખ ચૌહાણ, રાજેશ ચંદુ કાચા, સુરેશ લખમણ રાઘવાણી, યજ્ઞેશ સુરેશ સેતા, રાકેશ વિનોદ ચોટલીયા, ભદ્રેશ દિનેશ ગોહેલને સ્થાનીક પોલીસે રોકડા 10510 સાથે ઝડપી પાડયા હતા.
અન્ય દરોડામાં લાલપુરના મચ્છુનગર-2માં જાહેરમાં તિનપતીનો જુગાર રમતા ધરારનગરના રાજેશ સગા નાગેશ, ગજણાના મચ્છા નાથા વેશરા, દ્વારકાધીશ સોસાયટીના દિપક સોમાત વશરા, મચ્છુનગરના પરબત સાજણ ગાગલીયા, અશોક કરશન વશરા, નિલેશ રાણા બડીયાવદરા અને દોલતસિંહ દાનુભા જાડેજાને રોકડા 26930 સાથે અટકાયત કરી હતી. તેમજ દલતુંગી વાડી વિસ્તારમાં તિનપતીનો જુગાર રમતા અપીયા ગામના દેવશી વીરા ગાગીયા, દલતુંગી ગામના ઉદય પ્રવિણ મા, રમેશ મગન મા, વિરમ દેવા વકાતર, વિરમ નાથા પરમાર, અપીયાના પીઠા સુમાત ચાવડા, અશ્ર્વીન ગોવિંદ નંદાણીયાને રોકડા 12350 અને ગંજીપતા સાથે ઝડપી લીધા હતા.
સિકકા પાટીયા પાસે જાહેરમાં ગંજીપતા વડે જુગાર રમતા નાની ખાવડીના પ્રફુલસિંહ કલુભા જાડેજા, સિકકા પાટીયે રહેતા સંજીત દેવેન્દ્ર રાય, નાની ખાવડીના ધર્મેન્દ્રસિંહ જીતેન્દ્રસિંહ જાડેજા, દિગ્વીજયસિંહ જીતેન્દ્રસિંહ જાડેજા, લલીત રામજી પિત્રોડાને રોકડા 22980 અને ગંજીફા સાથે ઝડપી લીધા હતા.
વધુ દરોડામાં લાલપુરના સ્મશાન પાસે જાહેરમાં તિનપતીનો જુગાર રમતા દરેડના પ્રકાશ કચરા બાલસાસણીયા, બંશી દિનેશ ભડાણીયા, લાલપુરના લખન દીલા ચારોલીયાની રોકડ 4220 સાથે અટકાયત કરાઇ હતી. તેમજ કાલાવડના ખડધોરાજી સોસાયટીમાં જાહેરમાં તિનપતીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે ગ્રામ્ય પોલીસે દરોડો પાડી ખડધોરાજીના અજય હરેશ મકવાણા, તુલશી રાજુ ચૌહાણ, ગોપાલ મુરજી મકવાણા, હિતેશ વિનોદ મકવાણા, કાનજી દેવજી મકવાણાને રોકડા 6340 અને ગંજીપતા સાથે દબોચી લીધા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશ્રીલંકાની સરકારે ગૌતમ અદાણી સાથેનો વીજ ખરીદી કરાર આ કારણથી કર્યો રદ્દ
January 24, 2025 07:43 PMજામનગરના આકાશમાં આવતીકાલ તા.૨૫ તથા તા.૨૬મી જાન્યુઆરીના રોજ સર્જાશે અદ્ભુત દ્રશ્યો
January 24, 2025 07:12 PMમહાકુંભ મેળામાં જતા યાત્રિકો માટે ખુશખબર: પશ્ચિમ રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનોમાં વધારાના કોચ
January 24, 2025 07:03 PMસિવિલ મેડિસિટી બની મેડિકલ ટુરિઝમનું કેન્દ્ર: આંતરરાષ્ટ્રીય સ્તરે જટિલ સર્જરી સફળતાપૂર્વક સંપન્ન
January 24, 2025 07:02 PMનળ સરોવરમાં પક્ષીઓની ગણતરી, 25 અને 26 જાન્યુઆરીએ પ્રવેશ બંધ
January 24, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech