માત્ર 48 કલાકમાં જ 71000 કિલો ટામેટાં વહેચાયા...!

  • August 14, 2023 11:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નેશનલ કન્ઝ્યુમર ફેડરેશન ઓફ ઈન્ડિયા (NCCF)ના ડેટા અનુસાર દિલ્હીમાં ટામેટાંનું સૌથી વધુ વેચાણ 12 ઓગસ્ટે થયું હતું અને લોકોએ આ દિવસે 36,500 કિલો ટામેટાંની ખરીદી કરી હતી. બીજા દિવસે રવિવાર 13 ઓગસ્ટ, દિલ્હીવાસીઓએ 35,000 કિલો ટામેટાંની ખરીદી કરી.


ટામેટાના વધતા ભાવને કારણે લોકોના રસોડામાંથી તે ગાયબ થઈ ગયા હતા. દિલ્હી-એનસીઆરના લોકોને રાહત આપતા સરકારે અન્ય રાજ્યોમાંથી ટામેટાં ખરીદવાની અને તેને સસ્તામાં ઉપલબ્ધ કરાવવાની સુવિધા શરૂ કરી. આની અસર એ થઈ કે દિલ્હીના લોકો સસ્તા ટામેટાં ખરીદવા માટે એવી રીતે ઉમટી પડ્યા કે માત્ર બે દિવસમાં 71,000 કિલોથી વધુ ટામેટાં વેચાઈ ગયા. આ આંકડા નેશનલ કન્ઝ્યુમર ફેડરેશન ઓફ ઈન્ડિયા (NCCF) દ્વારા બહાર પાડવામાં આવ્યા છે.


પીટીઆઈ અનુસાર નેશનલ કોઓપરેટિવ કન્ઝ્યુમર્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા (એનસીસીએફ) એ રાજધાની દિલ્હીમાં ટમેટાના વેચાણનો ડેટા રજૂ કરતી વખતે જણાવ્યું હતું કે ગ્રાહકોને આગામી ઊંચા ભાવોથી રાહત આપવાના ઉદ્દેશ્ય સાથે બે દિવસીય મેગા સેલનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં દિલ્હીમાં 71,500 કિલો ટામેટાના વેચાણનું આયોજન દિલ્હીમાં સીલમપુર અને આરકે પુરમ જેવા 70 અલગ-અલગ સ્થળોએ કરવામાં આવ્યું હતું.


NCCF અનુસાર સસ્તા દરે ટામેટાં ખરીદવા માટે લોકોની ભારે ભીડ એકઠી થઈ હતી અને ટામેટાંનું મહત્તમ વેચાણ 12 ઓગસ્ટે થયું હતું. આ એક દિવસમાં લોકોએ 36,500 કિલો ટામેટાંની ખરીદી કરી હતી. બીજા દિવસે 13 ઓગસ્ટ, રવિવારે દિલ્હીના લોકોએ 35,000 કિલો ટામેટાં ખરીદ્યા. ગગનચુંબી કિંમતો વચ્ચે સરકાર દ્વારા 70 રૂપિયા પ્રતિ કિલોના સબસિડીવાળા દરે ટામેટાં લોકોને વેચવામાં આવી રહ્યા છે.


છેલ્લા એક મહિનામાં ટામેટાંના ભાવમાં થયેલો વધારો દેશમાં ચર્ચાનો વિષય બન્યો હતો. દેશના વિવિધ રાજ્યો અને શહેરોમાં ટામેટાના ભાવ 300 રૂપિયા પ્રતિ કિલોની આસપાસ પહોંચી ગયા છે. આને ધ્યાનમાં રાખીને છેલ્લા 11 જુલાઈથી NCCF એ ઘરેલુ ઉપલબ્ધતા વધારવા અને કિંમતોને નિયંત્રિત કરવા માટે સબસિડીવાળા દરે ટામેટાંનું વેચાણ શરૂ કર્યું છે. ગ્રાહક બાબતોના મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે સતત હસ્તક્ષેપને કારણે હવે દેશમાં લગભગ તમામ સ્થળોએ કિંમતો નીચે આવી રહી છે.


એક રિપોર્ટ અનુસાર સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે દેશના ઘણા રાજ્યોમાં ટામેટાંના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ઉત્તરપ્રદેશની રાજધાની લખનૌમાં ટામેટાની જથ્થાબંધ કિંમત 70થી 80 રૂપિયા પ્રતિ કિલો, કાનપુરમાં જથ્થાબંધ ભાવ 60 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયો છે. જ્યારે રાજસ્થાનના જયપુરમાં હવે ટામેટાં જથ્થાબંધ બજારમાં 65 થી 70 રૂપિયા પ્રતિ કિલો અને છૂટક બજારમાં 90 થી 100 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application