7000 કાર, ગોલ્ડ પ્લેન અને વર્લ્ડ રેકોર્ડ ધરાવતો મહેલ, વિશ્વના સૌથી ધનિક સુલતાનના આમંત્રણ પર બ્રુનેઈ પહોંચ્યા PM મોદી

  • September 03, 2024 11:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બે દિવસના પ્રવાસે બ્રુનેઈ પહોંચ્યા છે. બ્રુનેઈની મુલાકાત લેનારા મોદી પ્રથમ ભારતીય વડાપ્રધાન છે. ભારત-બ્રુનેઈના રાજદ્વારી સંબંધોના 40 વર્ષ પૂરા થવાના અવસર પર સુલતાન હસનલ બોલ્કિયાએ પીએમ મોદીને આમંત્રણ આપ્યું હતું. સુલતાન હજારો લક્ઝરી કાર અને મોંઘા મહેલના અત્યંત સમૃદ્ધ કલેક્શન માટે જાણીતો છે, પરંતુ શું તમે જાણો છો કે સુલતાન પાસે કેટલી સંપત્તિ છે?


વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની બે દિવસીય મુલાકાતે મંગળવારે બપોરે બ્રુનેઈ પહોંચ્યા હતા. નરેન્દ્ર મોદી બ્રુનેઈની મુલાકાત લેનારા પ્રથમ ભારતીય પીએમ છે.


બ્રિટનની મહારાણી એલિઝાબેથ દ્વિતીય બાદ બીજા સૌથી લાંબા સમય સુધી ગાદી પર રહેલા સુલતાન હસનલ બોલ્કિયાના આમંત્રણ પર પીએમ નરેન્દ્ર મોદી બ્રુનેઈ પહોંચ્યા છે. હકીકતમાં બ્રુનેઈ ભારત અને બ્રુનેઈ વચ્ચેના રાજદ્વારી સંબંધોના 40 વર્ષની ઉજવણી કરી રહ્યું છે. આ અવસર પર સુલતાને ખુદ પીએમ મોદીને પણ આમંત્રણ આપ્યું હતું.


કોણ છે બ્રુનેઈના સુલતાન બોલ્કિયા?

બ્રુનેઈના સુલતાન હાજી હસનલ બોલ્કિયા છે. બોલકિયાની ગણતરી વિશ્વના સૌથી અમીર લોકોમાં થાય છે. વર્ષ 1984માં બ્રુનેઈને બ્રિટિશ શાસનથી આઝાદી મળી હતી. સ્વતંત્રતા પછી, બ્રુનેઈના ઓમર અલી સૈફુદ્દીન III એ ગાદી સંભાળી. 5 ઓક્ટોબર 1967ના રોજ, હસનલ બોલ્કિયા બ્રુનેઈના રાજા બન્યા. ત્યારથી લઈને અત્યાર સુધી દેશની કમાન તેમના હાથમાં છે.


સુલતાનનું જીવન કેટલું વૈભવી છે?

હસનલ બોલ્કિયા પાસે લક્ઝરી વસ્તુઓમાં સૌથી ખાસ છે, તેમનો મહેલ 'ઇસ્તાના નુરુલ ઇમાન' જે ઘણા એકરમાં ફેલાયેલો છે અને વિશ્વના સૌથી મોંઘા અને વૈભવી મહેલ તરીકે ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલ છે. તે 20 લાખ ચોરસ ફૂટમાં ફેલાયેલું છે.


સુલતાનના મહેલ 'ઈસ્તાના નુરુલ ઈમાન'માં 22 કેરેટ સોનાનો ગુંબજ છે. આ પેલેસમાં 1700 રૂમ, 257 થી વધુ બાથરૂમ, 110 ગેરેજ અને 5 સ્વિમિંગ પુલ છે. આ પેલેસમાં એક સાથે 200થી વધુ કાર પાર્ક કરી શકાય છે. આ સાથે, સુલતાન પાસે એક ખાનગી પ્રાણી સંગ્રહાલય પણ છે, જેમાં 30 બંગાળ વાઘ અને વિવિધ પક્ષીઓની પ્રજાતિઓ રહે છે.


7000 કાર અને ગોલ્ડ જેટનો માલિક

સુલતાનનું નામ 7000થી વધુ લક્ઝરી કાર રાખવા માટે ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલું છે. બોલ્કિયાના કાર કલેક્શનમાં 600 થી વધુ રોલ્સ રોયસ, 450 ફેરારી, 380 બેન્ટલી અને પોર્શ, લેમ્બોર્ગિની, મેબેક, જગુઆર, BMW અને મેકલારેન્સનો સમાવેશ થાય છે. તેમની પાસે એક પ્રાઈવેટ પ્લેન બોઈંગ 747 પણ છે, જે પણ સોનાથી મઢેલું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News