શેરમાં રોકાણના નામે ૭૦ લાખની છેતરપિંડી

  • September 19, 2023 03:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શેરબજારમાં નાણા રોકવાથી સા વળતર મળશે તેવી લાલચ આપી રાજકોટમાં બેલડીએ પિયા ૬૯.૫૦ લાખની છેતરપિંડી કર્યા અંગેની ફરિયાદ એ.ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે રોકાણ પર ૫ ટકા પ્રોફિટની લાલચ આપ્યા બાદ ત્રણ માસ સુધી પ્રોફિટની રકમ ચૂકવી આ બેલડીએ હાથ ઐંચા કરી દીધા હતા.બેલડીના આ કારસ્તાનમાં સાત રોકાણકારોએ પોતાના નાણા ગુમાવતા અંતે પોલીસ ફરિયાદ નોંધાવી છે.


છેતરપિંડીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, શહેરના કાલાવડ રોડ પર પ્રેમ મંદિરની બાજુમાં રવિ પાર્ક પાછળ લર હાઉસિંગ બોર્ડના કવાર્ટરમાં રહેતા વેપારી કમલેશભાઈ વશરામભાઈ ગોંડલીયા (ઉ.વ ૪૨) દ્રારા એ.ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે રાજકોટમાં વાણીયાવાડી પાસે વિશાખા એપાર્ટમેન્ટમાં રહેતા હરેશ પ્રવીણભાઈ પીપળવા અને લાખાજીરાજ રોડ પર રાજયોગ ચેમ્બરમાં ઓફિસ ધરાવનાર ધાર્મિક રમેશભાઈ પીપળવાના નામ આપ્યા છે. જેના આધારે પોલીસે બંને સામે આઇપીસી ની કલમ ૪૦૬, ૪૨૦,૧૧૪ મુજબ ગુનો નોંધ્યો છે.
કમલેશભાઈએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ અહીં પરિવાર સાથે રહે છે અને ખોડીયાર ડેરીના નામે દૂધનો વેપાર કરે છે. આઠેક માસ પૂર્વે જાન્યુઆરી ૨૦૨૩ માં તેમને મિત્ર જયેશ હિંમતલાલ ગાંધી મારફત હરેશ પીપળવા અને ધાર્મિક પીપળવા જેની ઓફિસ લાખાજીરાજ રોડ પર બાપુના બાવલા પાસે રાય ચેમ્બરમાં આવી હોય તેનો પરિચય થયો હતો.આ બંને શેરબજારનું કામ કરતા હોય જેથી ફરિયાદી તથા તેના મિત્ર જયેશને શેરબજારમાં રોકાણ કરવું હોય તેમની સાથે આ બાબતે વાતચીત કરી હતી અને તેમની ઓફિસે ગયા હતા.જેથી આ બંને શખસોએ જણાવ્યું હતું કે, અમે જે રકમનું રોકાણ કરીએ છીએ તેનું જે કાંઈ પ્રોફિટ થશે તેમાંથી દર મહિને ફિકસ ૫ ટકા લેખે વળતર ચૂકવીશું અને જો કઈં નુકસાની થશે તો સંપૂર્ણ જવાબદારી અમારી રહેશે તેવી પ્રોમિસારી નોટ કરી આપવામાં આવશે તેવી વાત કરી હતી.

બાદમાં ફરિયાદી અને તેના મિત્ર આ બાબતે અન્ય મિત્રો વર્તુળમાં વાત કરતા અન્ય મિત્રો જેમાં પરબત લાખાભાઈ ખટાણા,રાણાભાઇ દેવાયતભાઈ ખટાણા, જય સુરેશભાઈ પંડા, હિરેનપુરી અશ્વિનપુરી ગોસાઈ, કલ્પેશ અરવિંદભાઈ ઠકરાર વગેરેને પણ શેરબજારમાં રોકાણ કરવું હોય જેથી હરેશ અને ધાર્મિક સાથે વાત કરી હતી.અને મીટીંગ ગોઠવી હતી. ત્યારે આ બંને આરોપીઓ વાત કરી હતી કે, નાણાં રોકાણ કરવા માટે જે વ્યકિત નાણા રોકે તેની રકમની નોટરી લખાણ કરી આપવામાં આવશે તેમજ તેટલી રકમના ચેકો જે તે રોકાણકારોને બાકી રકમની ચુકવણી પેટે આપવામાં આવશે તેવી ખાતરી આપી હતી જેથી આ બંને પર વિશ્વાસ આવી જતા ફરિયાદી તથા તેના મિત્રોએ તેમના થકી શેરબજારમાં રોકાણ કયુ હતું.

ફરિયાદી તથા તેના મિત્ર સહિત સાથે મળી કુલ પિયા ૬૯.૫૦ લાખનું રોકાણ કયુ હતું. ત્રણેક માસ સુધી રોકાણકારોને ૫ ટકા લેખે પ્રોફિટના પિયા આપ્યા હતા પરંતુ બાદમાં આ બેલડીએ પૈસા આપવાનું બધં કરી દીધું હતું જેથી રોકાણકારોએ રોકેલી મૂળ રકમ પરત માંગતા આ બંને ગલ્લા તલ્લા કરવા લાગ્યા હતા અને પૈસા પરત ન આપતા પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં આ મામલે ફરિયાદ નોંધાવવામાં આવી છે.વધુ તપાસ પીએસઆઇ બી.એચ. પરમાર ચલાવી રહ્યા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application