ગઈકાલે રાત્રે દિલ્હી પોલીસ સહિત દેશની સુરક્ષા એજન્સીઓમાં ખળભળાટ મચી ગયો હતો. ગુપ્તચર એજન્સીને પહાડગંજ સ્થિત ટુડે ઈન્ટરનેશનલ હોટલમાં 60 થી 70 પાકિસ્તાનીઓ રોકાયા હોવાની માહિતી મળી હતી. આ માહિતી બાદ સુરક્ષા એજન્સી એલર્ટ થઈ ગઈ હતી. સમગ્ર હોટલની સામે અને તેની આસપાસ મોટી સંખ્યામાં અર્ધલશ્કરી દળો તૈનાત કરવામાં આવ્યા છે.
દિલ્હી પોલીસના વરિષ્ઠ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. દિલ્હી પોલીસ અધિકારીઓને પ્રાથમિક તપાસ બાદ જાણવા મળ્યું કે કેટલીક શંકાસ્પદ ગતિવિધિઓ થઈ રહી છે. આ પછી, માહિતી મળી હતી કે પાકિસ્તાનીઓ ટુડે ઇન્ટરનેશનલ હોટલમાં મોટી સંખ્યામાં રોકાયા છે.
હોટલમાં મોટી સંખ્યામાં પાકિસ્તાની નાગરિકો રોકાવાને કારણે અનેક સવાલો ઉભા થાય છે. શું સુરક્ષા એજન્સીને જાણ નહોતી કે આટલી મોટી સંખ્યામાં પાકિસ્તાની નાગરિકો હોટલમાં રોકાયા છે, શું આ પાકિસ્તાનીઓ ગેરકાયદેસર રીતે આવ્યા હતા? દિલ્હી પોલીસના તમામ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ પોલીસ ડેપ્યુટી કમિશનર એમ હર્ષ વર્ધનનું કહેવું છે કે આ પાકિસ્તાની પ્રતિનિધિમંડળ છે જે નિઝામુદ્દીન દરગાહ માટે આવ્યું છે. આમ છતાં અનેક સવાલો ઉઠી રહ્યા છે કે જ્યારે આ પ્રતિનિધિમંડળ પહોંચ્યું છે, ત્યારે દિલ્હી પોલીસ પાસે તેની આગોતરી માહિતી હશે, તો પછી મોટી સંખ્યામાં પોલીસ દળો કેમ તૈનાત કરવામાં આવ્યા છે અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે કેમ પહોંચ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech