મોરબીમાં સગીરા પર દુષ્કર્મ આચરનાર ત્રણને ૭થી ૨૦ વર્ષ સુધીની સખત કેદની સજા

  • March 16, 2023 05:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોરબીના ચકચારી પોક્સો અને દુષ્કર્મના કેસમાં સ્પેશ્યલ પોક્સો કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપતા ગુનામાં સંડોવાયેલ ત્રણેયઆરોપીને કસુરવાન ઠેરવીને સાત વર્ષથી વીસ વર્ષ સુધીની સખ્ત કેદની સજા ફટકારી છે અને ભોગ બનનારને વળતર ચુકવવા માટેઆદેશ કરવામાં આવ્યો છે


આ અંગેની વિગત મુજબ મોરબીની રહેવાસી ૧૫ વર્ષ ૦૪ માસની સગીરાને એક ઇસમેં ફેક ઇનસ્ટાગ્રામ આઈડી બનાવી પ્રેમજાળમાંફસાવી રૂપિયાની માંગણી કરી હતી અને બીભત્સ ફોટો મેળવી બ્લેકમેલ કરી હતી તેમજ અન્ય બે આરોપીઓએ પણ મુખ મૈથુન કરાવીવિડીયો બનાવી ધમકી આપી અલગ અલગ સ્થળે લઇ જઈને દુષ્કૃત્ય આચરી રૂપિયા પડાવ્યા હતા અને દુષ્કર્મ આચર્યું હતું જે બનાવને પગલે ગત તા. ૦૭-૦૫-૨૦૨૨ ના રોજ પોલીસે ફરિયાદ નોંધી આરોપી મિત ચંદુભાઈ શીરોહિયા રહે મોરબી સો ઓરડી શેરી નં ૦૧, આર્યન શબ્બીર વલી સોલંકી રહે વિસીપરા મદીના સોસાયટી મોરબી અને હર્ષ ઉર્ફે જીગો કાંતિભાઈ સાણંદીયા રહે રાજનગર લીમડાચોક પંચાસર રોડ મોરબી એમ ત્રણ ઇસમોને ઝડપી લઈને રિમાન્ડ મેળવી સઘન પૂછપરછ કરી હતી તેમજ પોલીસે ગુનામાં વપરાયેલમોબાઈલ સહિતનો મુદામાલ જપ્ત કર્યો હતો


જે ગુનામાં આરોપીઓ વિરુદ્ધ ગુનાની એફ.આઈ.આર ઉપરાંત ભોગ બનનાર સાથે જે તે સ્થળનું ડેમોસ્ટ્રેશન પંચનામું, બનાવમાં ઉપયોગ કરેલ મોબાઈલ કબજે કર્યાનું પંચનામું, બનાવમાં વાપરવામાં આવેલ અલ્ટો કાર કબજે કર્યાનું પંચનામું સહિતના પુરાવા એકત્ર કરવામાં આવ્યા હતા પોલીસે કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હોય જે કેસ ડી પી મહીડાની કોર્ટમાં સ્પેશ્યલ પોક્સોકોર્ટ મોરબીમાં ચાલી જતા મદદનીશ સરકારી વકીલ સંજયભાઈ સી દવેએ કોર્ટમાં ૨૧ મૌખિક પુરાવા અને ૪૫ દસ્તાવેજી પુરાવા રજુ કર્યાહતા જેને ધ્યાને લઈને સ્પેશ્યલ પોક્સો કોર્ટે ત્રણેય આરોપીઓને કસુરવાન ઠેરવ્યા હતા


જે ગુનામાં કસુરવાન ઠરેલા આરોપી મિત ચંદુભાઈ સીરોહિયાને જાતીય ગુણોથી બાળકોના રક્ષણ અધિનિયમ ૨૦૧૨ ની લ્ક્મ ૩ (એ), ૪માં ૭ વર્ષની સખ્ત કેદની સજા અને રૂ ૧૦,૦૦૦ દંડ અને દંડ ભરવામાં નિષ્ફળ જાય તો ૬ માસની સખ્ત કેદની સજા તેમજ પોક્સો એક્ટનીલ્ક્મ ૧૨ માં ત્રણ વર્ષની સખ્ત કેદની સજા અને દંડ રૂ ૫૦૦૦ અને દંડ ભરવામાં નિષ્ફળ જાય તો વધુ ત્રણ માસની સજા ફટકારી છે જયારેઆરોપી હર્ષ ઉર્ફે જીગો કાંતિભાઈ સાણંદીયાને પોક્સો એક્ટની લ્ક્મ ૩ (એ) ૪ માં ૧૦ વર્ષની સખ્ત કેદની સજા અને રૂ ૧૫,૦૦૦ દંડ અનેદંડ ભરવામાં નિષ્ફળ જાય તો ૯ માસની સજા ફટકારી છે
​​​​​​​
જયારે આર્યન શબ્બીર સોલંકીને આઈપીસી કલમ ૩૭૬ (૨) (જે), ૩૭૬ (૩) ની સાથે પોક્સો એક્ટની કલમ ૩ (એ) ૪ માં ૨૦ વર્ષનીસખ્ત કેદની સજા અને રૂ ૨૦,૦૦૦ નો દંડ અને દંડ ભરવામાં નિષ્ફળ જાય તો ૧ વર્ષની સખ્ત કેદની સજા ફટકારવામાં આવી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application