સૌરાષ્ટ્રભરમાં એક માસથી વધુ સમય સુધી મેઘરાજાએ રાહ જોવડાવ્યા બાદ છેલ્લા બે દિવસના પૂર્વ ગુજરાતમાં અંધરાધાર વરસાદ પછી આજે વહેલી સવારથી મેઘસવારી શરૂ થતા બપોરે સુધીમાં જૂનાગઢના વિસાવદરમાં સાડા અગિયાર ઇંચ,મેંદરડામાં સાત ઇંચ, વંથલી,બગસરા,હળવદ પંથકમાં ત્રણથી પાંચ ઇંચ સહિત મોરબી જામનગર ગીર સોમનાથ અમરેલી રાજકોટ સુરેન્દ્રનગર પોરબંદર ભાવનગર કચ્છ સહિતના વિસ્તારોમાં ઝાપટાથી માંડીને 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.
સૌરાષ્ટ્ર ભરના ખેડૂતો છેલ્લા કેટલાક સમયથી આકાશ સામે મેઘરાજાના આગમનની મીટ માંડીને બેઠા હતા. એવામાં જ આજે વહેલી સવારથીમેઘરાજાની પધરામણી થતા ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે. આજે બપોરે બે વાગ્યા સુધીમાં જુનાગઢ જિલ્લાના વિસાવદરમાં સાડા અગિયાર ઇંચ, મેંદરડા સાત ઇંચ, વંથલીમાં પાંચ,જુનાગઢ શહેર અને તાલુકામાં અઢીથી સાડા ત્રણ તેમજ માણાવદર માળીયાહાટીના ભેસાણ કેશોદ પંથકમાં ઝાપટા થી માંડીને એક ઇંચ વરસાદ થઈ ગયો હતો.
આ ઉપરાંત મોરબી જિલ્લાના હળવદ ખાતે ત્રણ, અને મોરબી, ટંકારા અને વાંકાનેર પંથકમાં એક ઇંચ, જામનગર, લાલપુર એક ઇંચ અને ધ્રોલ જોડિયા પંથકમાં ઝાપટા, ગીર સોમનાથના તાલાલા ગીર પંથકમાં એક
ઇંચ અને ઉના પંથકમાં ઝાપટા એવી જ રીતે અમરેલીના બગસરા પંથકમાં 4 ઇંચ અને ધારી દોઢ ઇંચ, બાબરા અમરેલી પંથકમાં ઝાપટાઓ સવારથી શરૂ થઈ ગયા હતા. ધ્રાંગધ્રા પંથકમાં સાડા ત્રણ ઇંચ લખતર ચોટીલા થાનગઢમાં દોઢ ઇંચ અને મૂડી અને વઢવાણમાં એક એક ઇંચ વરસાદ નોંધાયો છે.
જ્યારે રાજકોટ શહેર ઉપરાંત જિલ્લાના ગોંડલ અને જેતપુર ખાતે ઝાપટા સુરેન્દ્રનગરના મુળી પોરબંદરના કુતિયાણા ભાવનગરના ઉમરાળા અને કચ્છના ભુજ પંથકમાં પણ વરસાદી ઝાપટા શરૂ થઈ ગયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationએકનાથ શિંદે સરકાર ફરી ટેન્શનમાં, મનોજ જરાંગેએ ચૂંટણી પહેલા આપ્યું અલ્ટીમેટમ
September 17, 2024 06:47 PMસળગતી ચિતા પર ચોખા રાંધ્યા, ખોપરી પણ ઉપાડી ગયા, આવી રીતે આપ્યો તંત્રવિદ્યાને અંજામ
September 17, 2024 06:37 PMભારતના સૌથી યુવા CEO લક્ઝરી કાર કેમ નથી ખરીદતા? રાધિકા ગુપ્તાએ જણાવ્યું ચોંકાવનારું કારણ
September 17, 2024 06:35 PMકોરોના વાયરસનો નવો ખતરો: 27 દેશોમાં ફેલાયો નવો વેરિયન્ટ, જાણો કેટલો ખતરનાક
September 17, 2024 06:22 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech