પઠાણકોટમાં 7 શંકાસ્પદ વ્યક્તિઓ દેખાયા, સુરક્ષા એજન્સીઓ એલર્ટ

  • July 24, 2024 12:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


​​​​​​​પંજાબના પઠાણકોટના ફંગતોલી ગામમાં સાત શંકાસ્પદ લોકો એકસાથે જોવા મળતાં ખળભળાટ મચી ગયો હતો. માહિતી મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓને એલર્ટ કરી દેવામાં આવી છે. પોલીસે પણ ગામમાં પહોંચીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.


પઠાણકોટના ફંગતોલી ગામમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો. ગત રાત્રે ગામના એક ઘરમાં હાજર એક મહિલા પાસેથી 7 શંકાસ્પદ લોકોએ પાણી માંગ્યું હતું. જે બાદ તે જંગલ તરફ નીકળી ગયા છે. મહિલાએ પહેલા ગામલોકોને જાણ કરી ત્યારબાદ પોલીસને પણ મામલાની જાણ કરવામાં આવી. જે બાદ પોલીસ અને સેનાના જવાનો ગામમાં પહોંચ્યા અને વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે.


ગામની મહિલાએ જણાવ્યું કે ત્યાં 7 લોકો હતા જેમણે તેની પાસે પાણી માંગ્યું અને પછી જંગલ તરફ જવા નીકળી ગયા. ઘટનાસ્થળે પહોંચેલા પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે મહિલાએ આપેલી માહિતીના આધારે સેના અને પોલીસ તે વિસ્તારમાં શોધ કરી રહી છે. દરેક એંગલથી ચેક કરવામાં આવી રહ્યું છે. જેથી કોઈ આતંકવાદી પ્રવૃતિઓ ન બને.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application