હરિયાણાના હિસારથી રાસ્થાનના ગોગામેડી જઈ રહેલા ખાનગી વાહનને મોડી રાતે અકસ્માત નડો હતો અને ટ્રક સાથે અથડાતા ૭ યાત્રાળુઓના મોત નીપયા હતા જયારે ૯ને ઇજા અફોચી હતી. મૃત્યુ પામેલાઓમાં એક બાળક અને ૩ મહિલાનો સમાવેશ થાય છે. ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો દોડી ગયા હતા અને બચાવ કાર્ય શ કરી દીધું હતું અને ઘાયલોને હોસ્પિટલ ખસેડવામાં મદદ કરી હતી.
હરિયાણાના હિસાર જિલ્લાના નરવાના શહેરમાં સોમવારની મોડી રાત્રે હિસાર–ચંદીગઢ નેશનલ હાઈવે પર બિધરાના ગામ પાસે ગંભીર અકસ્માત થયો હતો, યારે કુક્ષેત્રના મર્ચેડી ગામથી રાજસ્થાનના ગોગામેડી જઈ રહેલા શ્રદ્ધાળુઓની ટાટા–એસ કારને પાછળથી આવતી ટ્રકે ટક્કર મારી હતી. પોલીસના જણાવ્યા અનુસાર કુક્ષેત્રના મરખેડી ગામના આશરે ૧૫ લોકો સોમવારે સાંજે ટાટા–એસ વાહનમાં રાજસ્થાનના ગોગામેડી જવા નીકળ્યા હતા. આ જૂથમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ હતા. રાત્રે લગભગ ૧ વાગ્યે, યારે તેમનું વાહન હિસાર–ચંદીગઢ હાઇવે–૧૫૨ પર બિધરાના અને શિમલા વચ્ચે નરવાના ગામ પહોંચ્યું, ત્યારે લાકડાથી ભરેલી ટ્રકે તેમને પાછળથી જોરથી ટક્કર મારી.અથડામણની અસરને કારણે ટાટા–એસ વાહન રોડની નીચે ખાડાઓમાં પલટી ગયું હતું. અકસ્માત બાદ ઇજાગ્રસ્તોની ચીસો સાંભળીને હાઇવે પરથી પસાર થતા અન્ય વાહન ચાલકોએ તેમને મદદ કરવાનો પ્રયાસ કર્યેા હતો, પરંતુ અંધારપટના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડો હતો. બાદમાં નરવાના પોલીસ એમ્બ્યુલન્સની મદદથી ઘટનાસ્થળે પહોંચી અને તમામ ઘાયલોને નરવાના સરકારી હોસ્પિટલમાં લઈ ગયા, યાં ડોકટરોએ સાત લોકોને મૃત જાહેર કર્યા. ઘાયલોની ગંભીર હાલત જોઈને તેમને તાત્કાલિક આગ્રોહા રિફર કરવામાં આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech