ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લામાં આજે એક ગોઝારો અકસ્માત થયો હતો. બરેલી-મથુરા રોડ પર જેતપુર ગામ પાસે કાળમુખા એક કન્ટેનરે મેજિકને ટક્કર મારી હતી. આ દુર્ઘટનામાં મેજિકમાં મુસાફરી કરી રહેલા 7 લોકોના મોત થયા હતા, જ્યારે ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. તમામ મેજિક સવારો એટાહ જિલ્લાના નાગલા ઈમાલિયા ગામમાં કેન્સરથી પીડિત એક વૃદ્ધ વ્યક્તિને જોવા માટે જઈ રહ્યા હતા, ત્યારે તેમને અકસ્માત નડ્યો હતો.
કુમહરાઈ ગામના રહેવાસી લગભગ 20 લોકો અને તેમના સંબંધીઓ એટાહના નાગલા ઈમાલિયા ગામના રહેવાસી 60 વર્ષીય કેન્સર પીડિત વૃદ્ધને જોવા માટે આજે બપોરે મેજિકમાં જઈ રહ્યા હતા, ત્યારે હાથરસ જંકશન વિસ્તારના સલેમપુર બરેલી-મથુરા માર્ગની નજીકના જેતપુર ગામમાં એક કન્ટેનર તેના મેજિકને ટક્કર મારી હતી.
અથડામણ બાદ મેજિક ખાડામાં પડી ગયું હતું
ટક્કર એટલી જોરદાર હતી કે, મેજિક ઘણી વખત પલટી ગયો અને ખાડામાં પડી ગયું હતું. અકસ્માત બાદ ઘટનાસ્થળે હોબાળો મચી ગયો હતો. આજુબાજુના ગ્રામજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને મેજિકમાંથી ઘાયલોને બહાર કાઢ્યા હતા. છ લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત થયા હતા, જ્યારે અન્ય ઘાયલ થયા હતા. ઘાયલોને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા, જ્યાં એક મહિલાનું પણ મોત થયું હતું.
ડીએમ અને એસપી ઘટનાસ્થળે દોડી ગયા
આરોગ્ય વિભાગ અને જિલ્લાના અન્ય અધિકારીઓ જિલ્લા હોસ્પિટલમાં અકસ્માતની માહિતી એકત્ર કરી રહ્યા છે. જિલ્લા મેજિસ્ટ્રેટ રાહુલ પાંડે, એસપી નિપુન અગ્રવાલ અને તમામ અધિકારીઓ અને કર્મચારીઓ ઘટનાસ્થળે અને જિલ્લા હોસ્પિટલ પહોંચ્યા હતા. અકસ્માત બાદ ઘટનાસ્થળે હોબાળો મચી ગયો હતો. જ્યારે ત્યાંથી પસાર થઈ રહેલા લોકોએ અકસ્માતને જોયો તો તેઓ ગભરાય ગયા હતા. આ અંગે પોલીસને જાણ કરી અને જાતે રાહત કાર્ય શરૂ કર્યું હતું. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યાં સુધીમાં ગ્રામજનો અને પસાર થતા લોકોએ મેજિકમાંથી ઘણા ઘાયલોને બહાર કાઢ્યા હતા, જેથી તેમનો જીવ બચી ગયો હતો. હાલ પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોલીસ ભરતીમાં બોગસ ઉમેદવારનો પર્દાફાશ: મહેસાણામાં બનાવટી કોલલેટર સાથે યુવક ઝડપાયો
January 23, 2025 09:10 PMરાજકોટના જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી દ્વારા અરજી બે દિવસીય નિકાલ ઝુંબેશ સફળ
January 23, 2025 07:23 PMગુજરાતમાં આ વર્ષે આટલા લાખ વિદ્યાર્થીઓ આપશે બોર્ડની પરીક્ષા...આંકડા જાહેર
January 23, 2025 07:21 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech