સૌરાષ્ટ્ર્રના ૭ ડેમમાં આવક થઈ ૭ ઓવરલો, ૯ ઉપર વરસાદ

  • September 22, 2023 11:59 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ સહિત સૌરાષ્ટ્ર્રમાં છુટા છવાયા હળવાથી ભારે ઝાપટા વરસતા સાત ડેમમાં નવા નીરની આવક થઈ છે, યારે અન્ય સાત ડેમ ઓવરલો થવાનું યથાવત રહ્યું છે અને નવ ડેમ સાઇટ ઉપર વરસાદ નોંધાયો છે. હજુ પણ વરસાદની આગાહી હોય રાજકોટ મહાપાલિકા અને રાજકોટ સિંચાઇ વર્તુળ એલર્ટ મોડમાં છે.વિશેષમાં રાજકોટ સિંચાઇ વર્તુળના લડ કન્ટ્રોલ મના સૂત્રોના જણાવ્યા મુજબ ગત સવારે સાત વાગ્યાથી આજે સવારે સાત વાગ્યે સુધીના છેલ્લા ૨૪ કલાકમાં રાજકોટ જિલ્લામાં આજી–૨માં ૦.૨૬ ફટ, સુરવોમાં ૦.૩૩ ફટ, વેરીમાં ૦.૨૬ ફટ, મોરબી જિલ્લામાં ડેમી–૧માં ૦.૦૭ , ડેમી–૨માં ૦.૮૨ ફટ, દ્રારકા જિલ્લામાં વર્તુ–૨માં અડધો ફટ, સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ ભોગાવો–૧માં ૦.૨૦ ફટ નવા નીરની આવક નોંધાઇ છે.

સૂત્રોએ ઉમેયુ હતું કે નવ ડેમ સાઈટ ઉપર વરસાદ નોંધાયો છે જેમાં રાજકોટ જિલ્લાના આજી–૨ ઉપર સા.ત મીમી, સુરવો ઉપર અડધો ઈંચ, વેરી ઉપર ૧૦ મીમી, મોતીસર ઉપર ૧૦ મીમી, છાપરવાડી–૧ ઉપર ૧૦ મીમી, છાપરવાડી–૨ ઉપર અડધો ઈંચ, ઇશ્વરીયા ઉપર પાંચ મીમી, મોરબી જિલ્લામાં ડેમી–૨ ઉપર ૧૦ મીમી અને પોરબંદર જિલ્લાના સોરઠી ડેમ ઉપર ૧૦ મીમી વરસાદ નોંધાયો છે.
આજે સવારની સ્થિતિએ સાત ડેમ ઓવરલો થઇ રહ્યા છે જેમાં રાજકોટ જિલ્લાનો વેણુ–૨ અને ન્યારી–૨, મોરબી જિલ્લાનો મચ્છુ–૩, જામનગર જિલ્લાનો ફુલઝર–૧, સપડાં, વાડીસગં અને ઉમિયાસાગરનો સમાવેશ થાય છે.
ભાદર–૧ની સપાટી ૩૨.૭૦ ફટ
ભાદર–૧ ડેમ જુલાઇ માસમાં એક વખત ઓવરલો થઇ ચુકયો છે અને કુલ ૩૪ ફટની ઉંડાઇના ડેમની સપાટી હાલ ૩૨.૭૦ ફટ છે.
આજી–૧ની સપાટી ૨૫.૪૦ ફટ
આજી–૧ ડેમ પણ જુલાઇ માસમાં ઓવરલો થઇ ચુકયો છે અને કુલ ૨૯ ફટની ઉંડાઇના ડેમની સપાટી હાલ ૨૫.૪૦ ફટ છે.
ન્યારી–૧ની સપાટી ૨૩.૩૦ ફટ
ન્યારી–૧ ડેમ પણ જુલાઇ માસ સુધીમાં બબ્બે વખત ઓવરલો થઇ ચુકયો છે અને કુલ ૨૫ ફટની ઉંડાઇના ડેમની સપાટી હાલ ૨૩.૩૦ ફટ છે.
ન્યારી–૨ સતત ઓવરલો યથાવત
ન્યારી–૨ ડેમ તાજેતરમાં ત્રીજી વખત ઓવરલો થયો છે. કુલ ૨૦.૭૦ ફટની ઉંડાઇનો ન્યારી–૨ ડેમ સતત ઓવરલો થઈ રહ્યો હોય ડેમનો એક દરવાજો ૦.૦૭૫ મીટર ખુલો રખાયો છે.
લાલપરીની સપાટી ૧૪.૬૦ ફટ
રાજકોટની ભાગોળેનું લાલપરી તળાવ પણ જુલાઇ માસમાં ઓવરલો થઈ ચૂકયું છે અને કુલ ૧૫ ફટની ઉંડાઇના તળાવની સપાટી હાલ ૧૪.૬૦ ફટે પહોંચી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application