ગિરનાર પર્વત ઉપર ૭, નલિયામાં ૮.૪ ડિગ્રી સાથે ઠંડીનું જોર યથાવત

  • January 02, 2024 11:49 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજે સવારે વડોદરામાં ૯૬ ભાવનગરમાં ૯૪ સુરતમાં ૯૪ રાજકોટમાં ૯૧ અને ડીસામાં ૭૯ ટકા ભેજ નોંધાયો છે અને ઝાકળ જોવા મળી છે સાથોસાથ આ તમામ વિસ્તારમાં અપર લેવલે વાદળો પણ જોવા મળ્યા છે.

સામાન્ય વધઘટ સાથે આજે પણ ઠંડીનું જોર જળવાઈ રહ્યું છે. જૂનાગઢમાં ૧૨ ડિગ્રી અને ભવનાથ તળેટીમાં ૧૦ ડિગ્રી તાપમાન નોંધાયું છે. યારે ગિરનાર પર્વત પર માત્ર સાત ડિગ્રી લઘુતમ તાપમાન રહેવા પામ્યું છે. નલિયામાં ગઈકાલે ૮.૮ અને આજે ૮.૪ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.
સૌરાષ્ટ્ર્રના અન્ય શહેરોના તાપમાનની વાત કરીએ તો ભુજમાં ૧૧.૭ અમરેલીમાં ૧૫ ભાવનગરમાં ૧૬.૪ દ્રારકામાં ૧૫.૯ ઓખામાં ૧૯.૮ પોરબંદરમાં ૧૪.૪ રાજકોટમાં ૧૨.૮ સુરેન્દ્રનગરમાં ૧૪ ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે.

રાયના અન્ય શહેરોના તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં ૧૫.૯ વડોદરામાં ૧૭ ડીસામાં ૧૩.૨ ગાંધીનગરમાં ૧૪ અને સુરતમાં ૧૭.૪ ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે. અરબી સમુદ્રમાં વેલમાર્ક લો પ્રેસર ઉભું થયું છે અને તેના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ ૪૦ થી ૫૦ કિલોમીટર વચ્ચે પહોંચી ગઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News