જળસંપતિ પ્રભાગના કુલ 7 અધિકારીઓને ઓપરેશન ગંગાજળ અંતર્ગત પાણીચું અપાયું છે. વિધાનસભા ગૃહમાં જળસંપતિ મંત્રીએ ધારાસભ્ય કિરીટ પટેલના લેખિત સવાલનો લેખિત જવાબ આપ્યો હતો. વર્ષ 2024 અંતર્ગત જળસંપતિ પ્રભાગના 111 કેસની સમીક્ષા કરાઈ હતી. જે સમીક્ષા બાદ 1 અધિક ઇજનેર અને 1 કાર્યપાલક ઇજનેરને ફરજિયાત વયનિવૃતી અપાઈ છે. જ્યારે વર્ગ 3ના અધિક મદદનીશ ઇજનેર કક્ષાના 5 કર્મચારીઓને પણ ફરજિયાત વયનિવૃતી અપાઈ હોવાનું જણાવાયું છે.
એક બાદ એક ઓપરેશન ગંગાજળ હેઠળ ભ્રષ્ટ અધિકારીઓને ગુજરાત સરકાર દ્વારા પ્રિમેચ્યોર રિટાયરમેન્ટ આપીને ઘરે બેસાડવામાં આવી રહ્યાં છે. અત્યાર સુધી 25 જેટલા અધિકારીઓને રાજ્ય સરકાર દ્વારા ઘરભેગા કરવામાં આવ્યા છે. એક માહિતી અનુસાર, રાજ્ય સરકારે 100 જેટલા ભ્રષ્ટ અધિકારીઓની એક યાદી તૈયાર કરી છે. યાદીની સમીક્ષા કરી તેમને ફરજિયાત ઘરે બેસાડી દેવા માટે રાજ્ય સરકારે તૈયારી શરૂ કરી છે.
દિવાળી પહેલા અને દિવાળી બાદ સરદાર સરોવર નર્મદા નિગમ- SSNLમાં ડેપ્યુટેશન પર રહેલા વર્ગ-1 કાર્યપાલક ઇજનેર, મહેસૂલ વિભાગના સુપ્રિટેડન્ટ લેન્ડ રેકર્ડ-SLR, સુરત I.T.Iના ક્લાસ-1 અધિકારી પ્રિન્સિપાલ, ભિલોડા I.T.Iમાં ક્લાસ-1 અધિકારી જેના ભ્રષ્ટ અધિકારીઓને રાજ્ય સરકારે અત્યાર સુધીમાં ઘરભેગા કરી દીધા છે. પરંતુ શું તમે જાણો છો કે ગુજરાત સરકાર ‘ઓપરેશન ગંગાજળ’ ચલાવી રહી છે તે છે શું?
ગુજરાત સરકારનું ‘ઓપરેશન ગંગાજળ’
ખરેખરમાં ગુજરાત સરકાર દ્વારા ‘ઓપરેશન ગંગાજળ’ હેઠળ એવા અધિકારીઓને ઘરભેગા કરી રહી છે જેઓ પોતાના પાવરનો ગેરલાભ ઉઠાવીને ભ્રષ્ટાચાર ફેલાવી રહ્યા છે. આ અંતર્ગત રાજ્ય સરકાર સરકારી અધિકારીઓ અને કર્મચારીઓમાં પ્રામાણિકતા, નિર્ણાયકતા, નિષ્ઠા અને આજ્ઞાપાલન જેવા ગુણોનું અવલોકન પણ કરી રહી છે.
પ્રામાણિકતા અને નિષ્ઠા પર ભાર
તાલીમ સેવા સંતોષકારક ગણાય તે માટે અધિકારી અથવા કર્મચારી પાસે સંખ્યાબંધ ગુણોની અપેક્ષા રાખવામાં આવે છે. આમાં ઈમાનદારી અને વફાદારી પર વધુ ભાર મૂકવામાં આવે છે. આ સમય દરમિયાન તમામ કેસોનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું અને સક્ષમ સ્તરે વિચારણા કરવામાં આવી રહી છે. અને જો અધિકારી અથવા કર્મચારીની તાલીમનો સમયગાળો સંતોષકારક માનવામાં નથી આવતો તો તેમની સામે રાજ્ય સરકાર કાર્યવાહી કરે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસિવિલમાં નર્સપતિ–પૂર્વ કોર્પેારેટર સહિતના ત્રાહિતોથી અધિકારી–કમર્ચારીઓ ત્રાહિમામ
February 22, 2025 03:49 PMરાજકોટ બન્યું મચ્છરકોટ; ફોગિંગ નહીં કરાય તો આંદોલનનું એલાન
February 22, 2025 03:48 PMબાઈક સવાર સમળીએ નિવૃત્ત શિક્ષિકાના ગળામાંથી સોનાની માળાની ચીલઝડપ કરી
February 22, 2025 03:47 PMદશેરાએ જ ઘોડું ન દોડયું: ઉનાળાના પ્રારંભે જ રાજકોટ એસટી બસપોર્ટનું પાણીનું પરબ બંધ
February 22, 2025 03:46 PMરાજકોટ–જામનગર રોડ પર બસમાંથી દારૂના ચાલુ કટિંગે પોલીસ ત્રાટકી: ત્રણ ઝડપાયા
February 22, 2025 03:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech