જામનગર સંસદીય વિસ્તારમાં 7 લાખ સભ્યોની કરાશે નોંધણી પુનમબેન માડમ

  • September 05, 2024 12:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાજપ દ્વારા જામનગર શહેર જિલ્લા દ્વારા સદસ્યતા અભિયાન ની કરાઈ શરુઆત: કોઈ પણ વ્યક્તિ 8800002024 ઉપર મિસ કોલ કરશે, એટલે તેને એસ એમ એસ થી એલ લિંક આવશે


ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગર જિલ્લાની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ નું આયોજન કરવામાં આવેલ તેમાં સાંસદ પુનમબેન માડમે જણાવ્યું હતું કે જામનગર સંસદીય વિસ્તાર એટલેકે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી સદસ્યતા અભિયાન હેઠળ સાત લાખ સભ્યોની નોંધણી કરવાનો લક્ષ્યાંક છે આ માટે કામગીરી શરુ કરવામાં આવી છે.

સાંસદ પૂનમબેન માડમ દ્વારા જણાવવામાં આવેલ કે, ભારતીય જનતા પાર્ટી એ તેના વિચારો અને શિષ્ટતા ઉપર ચાલનારી પાર્ટી છે. અહી વ્યકિતવાદ, પરિવારવાદ ને કોઈ સ્થાન નથી. પક્ષ ની વિચારધારા સર્વોપરી છે અને આ અંતર્ગત સદસ્યતા અભિયાન 2024 માં ભારતીય જનતા પાર્ટી ના પ્રત્યેક કાર્યકતર્ઓિ પક્ષ ના પ્રાથમિક સભ્ય બનશે. પક્ષ દ્વારા સક્રિય સભ્ય બનવા માટે પણ કાર્યકતર્ઓિ ને તક પ્રદાન કરી છે. 2019 ના સદસ્યતા અભિયાન દરમિયાન ગુજરાત માં કુલ 1,19,00,934 સભ્યો બન્યા હતા. કોઈ પણ વ્યક્તિ ભારત નો નાગરિક હોય, ભારતીય જનતા પાર્ટી ના વિચારો નું સમર્થન કરતો હોય, તેવા દરેક વ્યક્તિ ભારતીય જનતા પાર્ટી ના પ્રાથમિક સદસ્ય બની, વિશ્વની સહુથી મોટી રાજકીય પાર્ટી પરિવાર સાથે જોડાઈ શકે છે. આ અંતર્ગત કોઈ પણ વ્યક્તિ 8800002024 ઉપર મિસ કોલ કરશે, એટલે તેને એસ એમ એસ થી એલ લિંક આવશે, જેમાં જ સાંસદ  દ્વારા જણાવવામાં આવેલ કે, ભારતીય જનતા પાર્ટી એ તેના વિચારો અને શિષ્ટતા ઉપર ચાલનારી પાર્ટી છે. અહી વ્યકિતવાદ, પરિવારવાદ ને કોઈ સ્થાન નથી. પક્ષ ની વિચારધારા સર્વોપરી છે અને આ અંતર્ગત સદસ્યતા અભિયાન 2024 માં ભારતીય જનતા પાર્ટી ના પ્રત્યેક કાર્યકતર્ઓિ પક્ષ ના પ્રાથમિક સભ્ય બનશે.

પક્ષ દ્વારા સક્રિય સભ્ય બનવા માટે પણ કાર્યકતર્ઓિ ને તક પ્રદાન કરી છે. 2019 ના સદસ્યતા અભિયાન દરમિયાન ગુજરાત માં કુલ 1,19,00,934 સભ્યો બન્યા હતા. કોઈ પણ વ્યક્તિ ભારત નો નાગરિક હોય, ભારતીય જનતા પાર્ટી ના વિચારો નું સમર્થન કરતો હોય, તેવા દરેક વ્યક્તિ ભારતીય જનતા પાર્ટી ના પ્રાથમિક સદસ્ય બની, વિશ્વની સહુથી મોટી રાજકીય પાર્ટી પરિવાર સાથે જોડાઈ શકે છે. આ અંતર્ગત કોઈ પણ વ્યક્તિ 8800002024 ઉપર મિસ કોલ કરશે, એટલે તેને એસ એમ એસ થી એલ લિંક આવશે, જેમાં જરૂરી વિગતો ભરી વ્યક્તિ ભારતીય જનતા પાર્ટી નો પ્રાથમિક સદસ્ય બની શકશે. જરી વિગતો ભરી વ્યક્તિ ભારતીય જનતા પાર્ટી નો પ્રાથમિક સદસ્ય બની શકશે.

ભારતીય જનતા પાર્ટીના બંધારણ મુજબ દર 6 વર્ષે સદસ્યતા અભિયાન નું આયોજન કરવામાં આવે છે, પક્ષ ના તમામ સભ્યો ના પ્રાથમિક સભ્યપદ ની મુદત 6 વર્ષની હોય છે. દર 6 વર્ષે પક્ષના દરેક કાર્યકતર્એિ ફરીથી પ્રાથમિક સભ્યપદ મેળવવાનું રહે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા તા. 2 - સપ્ટેમ્બર ના રોજ પ્રાથમિક સભ્યપદ મેળવ્યા ની સાથે આ કાર્યક્રમની શરુઆત કરવામાં આવેલ. આ અંતર્ગત જામનગર શહેર જિલ્લા નું સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ નું આયોજન કરવામાં આવ્યું હતું.

જિલ્લા અધ્યક્ષ રમેશભાઇ મૂંગરા દ્વારા જણાવવામાં આવેલ કે, હાલ જામનગર દેવભૂમિ દ્વારકા લોકસભા મતવિસ્તાર માં 7 લાખ જેટલા પ્રાથમિક સભ્યો બનાવવાનો અંદાજ છે. શહેર અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા દ્વારા પત્રકારો / મીડિયા પ્રતિનિધિઓ ને આવકારવાની સાથે વધુ ને વધુ લોકો પ્રાથમિક સભ્ય બને તેના માટે જાહેર અપીલ કરવામાં આવેલ,

આ તબક્કે જામનગર દેવભૂમિ દ્વારકાના સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય મેઘજી ભાઈ ચાવડા, મેયર વિનોદ ખીમસુરીયા એ પ્રાથમિક સદસ્ય બની સદસ્યતા અભિયાન ની શરૂઆત કરાવેલ.

આ પ્રેસ કોન્ફરન્સ માં ભારતીય જનતા પાર્ટી શહેર અધ્યક્ષ ડો વિમલભાઈ કગથરા, પ્રભારી શ્રી ભાનુભાઇ મહેતા, પલ્લવીબેન ઠાકર, શહેર મહામંત્રી પ્રકાશભાઈ બામણીયા, વિજયસિંહ જેઠવા, મેરામણ ભાટુ, જિલ્લા મહામંત્રી દિલીપભાઈ ભોજાણી, અભિષેક પટવા, ડે મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટે. કમિટી ચેરમેન નિલેશ કગથરા, શાસકપક્ષ નેતા આશિષ જોશી, દંડક કેતન નાખવા સહિત પૂર્વ ધારાસભ્ય મનહરભાઈ ઝાલા, પૂર્વ અધ્યક્ષ હસમુખ હિંડોચા સહિત પૂર્વ ધારાસભ્યો, પૂર્વ મેયરો, પૂર્વ અધ્યક્ષ ઉપરાંત મોરચા, સેલ ના પદાધિકારીઓ વોર્ડ સમિતિ ના સભ્યો ઉપરાંત ભાજપ મીડિયા વિભાગ જામનગર જિલ્લા ના ક્ધવીનર નરેન્દ્રસિંહ પરમાર, સહ ક્ધવીનર બાવાંજી સંઘાણી, જામનગર શહેર મીડિયા વિભાગ કનવીનર ભાર્ગવ ઠાકર, સહ ક્ધવીનર દીપાબેંન સોની, લક્ષ્મણ ગઢવી સહિત પ્રેસ / મીડિયા ના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News