ગિરનાર પર્વત ઉપર ૭.૫ ડિગ્રી અમદાવાદ, વડોદરામાં ધુમ્મસ

  • December 27, 2023 01:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમદાવાદ, વડોદરા અને ડીસામાં આજે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ એકાએક વધી ગયું હતું અને ધુમ્મસ છવાયું હતું. વડોદરામાં ધુમ્મસની તીવ્રતા વધુ હતી. લઘુત્તમ તાપમાન નું પ્રમાણ સતત વધી ગયું છે. ગઈકાલ સુધી નલિયામાં સિંગલ ડીઝીટમાં તાપમાન હતું પરંતુ આજે ગિરનાર પર્વતને બાદ કરતાં રાજ્યમાં તમામ સ્થળે લઘુતમ તાપમાન ડબલ ડીજીટમાં આવી ગયું છે. ગિરનાર પર્વત પર આજે લઘુતમ તાપમાન ૭.૫ ડિગ્રી નોંધાયું છે. જુનાગઢ શહેરમાં ૧૨.૫ અને ભવનાથ તળેટીમાં ૧૦.૫ ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે . સૌથી ઊંચું લઘુત્તમ તાપમાન ઓખામાં ૨૧.૩ ડિગ્રી નોંધાયું છે. જ્યારે સૌથી નીચું નલિયામાં ૧૦ ડિગ્રી રહેવા પામ્યું છે. રાજકોટમાં ૧૩.૧ પોરબંદરમાં ૧૫.૬ દ્વારકામાં ૧૭.૪ ભાવનગરમાં ૧૬.૯ વેરાવળમાં ૧૮.૧ સુરેન્દ્રનગર માં ૧૪ અમરેલીમાં ૧૩.૭ અને કંડલામાં ૧૬.૬ ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે. અમદાવાદ અને વડોદરામાં ૧૬ ગાંધીનગરમાં ૧૪.૪ સુરતમાં ૧૮.૨ ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે.અમદાવાદમાં ૯૦ વડોદરામાં ૯૬ અને ડીસામાં ૮૭% ભેજ આજે સવારે નોંધાયો છે અને સાથોસાથ આકાશમાં અપર લેવલે ભેજવાળા વાદળો પણ જોવા મળી રહ્યા છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application