કલકત્તાના તબિબ પર દુષ્કર્મ અને હત્યાના બનાવના વિરોધમાં રાયભરમાં તબીબોની હડતાલના એલાનના પગલે જૂનાગઢ જિલ્લ ામાં ૬૫૦ થી વધુ ખાનગી હોસ્પિટલો અને સિવિલ હોસ્પિટલના ૧૫૦ મળી કુલ ૭૫૦ થી વધુ કર્મીઓની હડતાલના કારણે દર્દીઓની હાલત કફોડી બની હતી. શહેરના ખાનગી હોસ્પિટલના તબીબોએ જિલ્લ ા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.
કલકત્તામાં તબીબ પર દુષ્કર્મ અને હત્યાના બનાવ મામલે દેશભરના તબીબોમાં રોષ ફેલાયો છે. જધન્ય અપરાધ ના વિરોધમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્રારા શનિવારથી રવિવાર સવાર સુધી દવાખાનાઓ બધં રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. જેથી આજે રાયભરના તબીબો હડતાલ પર ઉતર્યા હતા. જૂનાગઢ જિલ્લ ાની ૬૫૦થી વધુ ખાનગી હોસ્પિટલો આજે સવારથી જ બધં રહી હતી.ખાનગી ઉપરાંત સિવિલ હોસ્પિટલમાં પણ ૧૫૦થી વધુ તબીબો હડતાળ પર ઉતર્યા હતા. જેથી સરકારી હોસ્પિટલમાં પણ ઓપીડી ઠપ્પ થતા દર્દીઓની હાલત કફોડી બની હતી.
જૂનાગઢમાં આજે ખાનગી હોસ્પિટલોના ૬૫૦થી વધુ તબીબો એક દિવસ હડતાળ પર જવાથી શહેરના તમામ દવાખાનાઓ બધં રહ્યા હતા. હોસ્પિટલની બહાર હડતાળ હોવાના બોર્ડ લાગ્યા હતા. હોસ્પિટલો ઉપરાંત શહેરની અનેક લેબોરેટરી પણ તબીબોના સમર્થનમાં બધં રહી હતી. આજે ખાનગી હોસ્પિટલના તબીબોએ જિલ્લ ા કલેકટર ને આવેદનપત્ર પાઠવી કલકત્તામાં થયેલ તબીબની હત્યાના વિરોધમાં જિલ્લ ા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં ૧૫૦ થી વધુ રેસીડેન્સ ડોકટરો પણ હડતાલને સમર્થન આપ્યું હતું જેથી ઓપીડી સેવા બધં રહી હતી.
ખાનગી ઉપરાંત સિવિલ હોસ્પિટલના તબીબો પણ ઓપીડીમાં ન જોડાતા દર્દીની હાલત કફોડી થઈ હતી સિવિલ હોસ્પિટલમાં સવારથી જ કેસ કઢાવવા લાઈનો લાગી હતી. જોકે ઓપીડીમાં તબીબ ન હોવાથી જનરલ અને ઓર્થેાપેડિક સહિત વિવિધ વોર્ડમાં દર્દીઓની લાંબી કતારો જોવા મળી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસલમાન બાદ શાહરુખને પણ મળી ધમકી: 50 લાખની માગણી કરાઈ
November 07, 2024 03:08 PMકેતન–પુરણે નેપાળ બોર્ડર પાસેથી ડ્રગ્સની ૧૩ ખેપ મારી
November 07, 2024 03:05 PMઅટલ સરોવર પાસે બાઇકમાં સ્ટટં કરી ફટાકાડા ફોડનાર ૩ શખસોની ધરપકડ
November 07, 2024 03:02 PMશ્રેયસ અય્યરે IPL મેગા ઓક્શન પહેલા મચાવી ધમાલ, રણજી ટ્રોફીમાં ફટકારી બેવડી સદી
November 07, 2024 01:42 PMજામનગરમાં યુવતિ પર ગેંગરેપમાં ત્રણ નરાધમોની રીમાન્ડની માંગણી
November 07, 2024 01:40 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech