ગુજરાત બોર્ડનું ધોરણ-10નું 64.62 ટકા પરિણામ જાહેર,બનાસકાંઠાના કુંભારીયાનું સૌથી વધુ 95.92 ટકા પરિણામ

  • May 25, 2023 09:00 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધો. 10નું આજે સવારે 8 વાગ્યે બોર્ડની વેબસાઈટ પર પરિણામ જાહેર થયું  છે. વિદ્યાર્થીઓ વોટ્સએપ પર પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પણ પરિણામ જાણી શકે છે . ગુણ ચકાસણીની અરજી ઓનલાઇન કરવાની રહેશે.

ધોરણ 10નું બોર્ડની પરીક્ષાનું 64.62 ટકા પરિણામ જાહેર થયું છે. વર્ષ 2022માં 65.18 ટકા પરિણામ હતું. તેની  સરખામણીએ 0.56 ટકા પરિણામ ઘટયું છે.

- વિદ્યાર્થિનીઓનું 70.62 ટકા પરિણામ

- 741411 વિદ્યાર્થીઓએ નોંધાયા હતા તે પૈકી 474893 વિદ્યાર્થીઓ પાસ થયા.

- 272 શાળાઓનું 100 ટકા પરિણામ

- સુરત જિલ્લો પ્રથમ

- દાહોદ પરિણામમાં સૌથી નબળું

- રાજ્યમા એક પણ માસ કોપિકેસ નોંધાયો નથી

- A 1ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યામાં મોટો ઘટાડો થયો . ગયા વર્ષે 12090 A 1 ગ્રેડ હતું, જયારે આ વર્ષે 6111 છે. 

- પરીક્ષામાં કુલ 741411 નિયમિત પરીક્ષાર્થીઓ નોંધાયા હતા, જે પૈકી 734898 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા.

- ગુજરાતી વિષયમાં 16 ટકા વિધાર્થીઓ નાપાસ થયા.

- સૌથી વધુ બનાસકાંઠા ના કુંભારીયાનું 95.92 ટકા પરિણામ 

- સૌથી ઓછું નર્મદા ના ઉતાવળી કેન્દ્ર નું 11.94 ટકા પરિણામ

- સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો સુરત 76.45 ટકા.

- સૌથી ઓછું પરિણામ દાહોદ જિલ્લાનું 40.75 ટકા.

- 30 ટકા કરતા ઓછુ પરિણામ વાળી શાળા 1084

- રિપીટર પરીક્ષાર્થી તરીકે 165690 પરીક્ષાર્થીઓ નોંધાયા હતા.  તે પૈકી 158623 પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.  જેમાંથી 27446 પરીક્ષાર્થીઓ સફળ થતાં તેઓનું પરિણામ 17.30 ટકા આવ્યું છે.

- ખાનગી પરીક્ષાર્થી તરીકે નોંધાયેલ કુલ 16745 પરીક્ષાર્થીઓ પૈકી 14635 પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાંથી 1915 પરીક્ષાર્થીઓ પ્રમાણપત્રને પાત્ર બનેલ છે. તેઓનું પરિણામ 13.09 ટકા આવેલ છે.

SSC રિઝલ્ટ આ રીતે કરો ચેક

સ્ટેપ-1 રિઝલ્ટ ચેક કરવા માટે સૌ પહેલાં ઓફિશિયલ વેબસાઈટ www.gseb.org પર જાઓ

  • સ્ટેપ 2- હોમ પેજ પર Check Gujarat Board Resultની લિંક પર ક્લિક કરો.
  • સ્ટેપ 3- આગળના પેજ પર રોલ નંબર એન્ટર કરીને લોગિન કરો.
  • સ્ટેપ 4- રિઝલ્ટ સ્ક્રીન પર દેખાશે.
  • સ્ટેપ 5- રિઝલ્ટ ચેક કર્યા પછી પ્રિન્ટ લો અને હાર્ડ કોપી રાખો.

વોટ્સ એપ નંબર પર પણ RESULTજાણી શકશે

વિદ્યાર્થીઓ WhatsApp Number 6357300971 પર પણ પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે. વિદ્યાર્થીઓના ગુણપત્રક અને S.R. નકલ શાળાવાર મોકલવા અંગેની વિગતવાર સૂચનાઓ હવે પછીથી કરવામાં આવશે. પરીક્ષા બાદ ગુણચકાસણી અને દફતર ચકાસણીની સૂચનાઓ બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવશે.

ગુણચકાસણીની અરજી ઓનલાઇન કરવાની રહેશે. પરિણામ બાદ નામ સુધારાની દરખાસ્ત નિયત નમૂનામાં કરવાની રહેશે. પૂરક પરીક્ષા-2023ની પાત્રતા ધરાવતા ઉમેદવારોની યાદી શાળાઓને પરિણામ સાથે મોકલી આપવામાં આવશે તથા પૂરક પરીક્ષાના આવેદનપત્રો ઓનલાઇન ભરવાની સૂચના હવે પછીથી આપવામાં આવશે.

અગાઉના 6 વર્ષના પરિણામની ટકાવારી

2022 - 65.18

2021 - માસ પ્રમોશન

2020 - 60.63

2019 - 66.97

2018 - 67.50

2017 - 68.24




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application