રાજયમાં ઔધોગિક સલામતી કેટલી ખોખલી છે. તેની સાબિતી ગઈકાલે બનેલા ઔધોગિક અકસ્માત બાદ બહાર આવી છે. શ્રમિકોના સ્વાસ્થ્ય અને સલામતીની જે ખરેખર રાખવાની જવાબદારી ગુજરાત ઔધોગિક એકમોમાં તકેદારી અને કાયદાની અમલવારી માટેના ૬૩% જગ્યાઓ ખાલી છે.
ગાંધીનગર અમદાવાદમાં પિરાણા–પિપલજ વિસ્તારમાં ૨૦૨૦ના વર્ષમાં ગેરકાયદે કેમિકલ ફેકટરીમાં બ્લાસ્ટની ઘટનામાં ૧૨ વ્યકિતના મૃત્યુ થયા હતા. ત્યારથી લઇ ૨૦૨૫માં ડીસામાં ફેકટરીમાં બ્લાસ્ટની ઘટનામાં ૨૧ જેટલા મૃત્યુની ઘટના સહિતના અનેક બનાવોએ વધુ એક વખત રાયમાં ઔધોગિક સલામતી કેટલી ખોખલી છે તેની પોલ ખોલી છે. શ્રમિકોની સુરક્ષા અને સ્વાસ્થ્યની દેખરેખ રાખવાની જવાબદારી છે તેવા નિયામકઔધોગિક સુરક્ષા અને સ્વાસ્થ્ય વિભાગમાં વર્ગ–૧ જેની કામગી૨ી કારખાના અને ઔધોગિક એકમોમાં તકેદારી અને કાયદાના અમલીકરણની છે તેમાં ૬૩ ટકા જેટલી જગ્યાઓ ખાલી છે. તો વર્ગ–૨માં ૫૧ ટકા જગ્યા ખાલી છે. વિભાગ હેઠળ કામ કરતું આ તત્રં વર્ષે કેટલા ઇન્સ્પેકશન કરે છે અને કેટલા એકમો સામે નિયમભગં બદલ પગલા લે છે તે આવા બનાવ પછી પણ જાહેર થશે કે કેમ તે સવાલ છે.
શ્રમયોગીઓ અકસ્માતનો ભોગ ન બને તે માટે ગેરકાયદે રીતે ચાલતી હોય કે, ફેકટરીઝ એકટ, ધ એન્વાયર્મેન્ટ પ્રોટેકશન એકટ, જોખમી રાસાયણિક નિયમો, રાસાયણિક અકસ્માતો સહિતના નિયમો હેઠળ તપાસ કરવાની જવાબદારી છે. રાયમાં અનેક એકમોમાં આવા નિયમો પળાતા નથી અને દર વખતે દુર્ઘટના થાય તે પછી તત્રં થોડા સમય માટે જાગે છે. ઔધોગિક સુરક્ષા અને સ્વાસ્થ્ય ખાતામાં વર્ગ–૧ની ૫૧ મંજૂર જગ્યામાંથી ૧૯ ભરેલી છે. જે ચાવીપ જગ્યા ગણાય છે તેવા ડેપ્યુટી ડાયરેકટરની ૨૬માંથી ૩૨ જગ્યા ખાલી છે. ડે. ડાયરેકટર ટેકનિકલ અને મેડિકલની બન્ને જગ્યા ખાલી છે. આસિસ્ટન્ટ ડાયરેકટર (કેમિકલ)ની એક જ જગ્યા છે, તે પણ ખાલી છે.
તે ઉપરાંત વર્ગ–૨માં ૧૭૨ મંજૂર જગ્યામાંથી ૮૫ ભરેલી છે અને ૮૭ ખાલી છે. જેમાં આસિસ્ટન્ટ ડાયરેકટર ઇન્ડસ્ટ્રીયલ સેટી એન્ડ હેલ્થ, ઇન્ડસ્ટ્રીયલ સેટી એન્ડ હેલ્થ ઓફિસર, સંશોધન અધિકારીથી લઇને ઇન્ડસ્ટ્રીયલ હાઇજીનના અધિકારીની જગ્યા ખાલી છે. પરિણામે ઔધોગિક સુરક્ષાની સ્થિતિ કેટલી કથળેલી છે તે અવારનવાર બનતી દુર્ઘટનાઓ સાબિત કરતી રહે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationIPL 2025: રોમાંચક મુકાબલામાં રાજસ્થાનને 11 રને હરાવ્યું, છેલ્લી ઓવરમાં હેઝલવુડે પલ્ટી બાજી
April 24, 2025 11:53 PMરશિયાનો કીવ પર ભીષણ હુમલો, 8ના મોત, 70થી વધુ ઘાયલ
April 24, 2025 11:48 PMભારતની કાર્યવાહી બાદ પાકિસ્તાને એરસ્પેસ-વેપાર પર લગાવી રોક
April 24, 2025 07:08 PMકલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
April 24, 2025 06:45 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech