રાજકોટ મહાપાલિકાની દબાણ હટાવ શાખાને દિવાળીના તહેવારો બાદ હવે સુસ્તી ઉડતા ફરી ત્રાટકી છે અને જાહેરાતના બોર્ડ બેનર જપ્ત કરવાનું શરૂ કર્યું છે જેમાં ખાસ કરીને મંજૂરી વિના મુકાયેલા, મંજૂરીની મુદ્દત પૂર્ણ થયા પછી પણ લટકતા હોય તેવા અને મંજૂરી લીધી હોય પણ નિયમભંગ થાય તે રીતે મુકેલા બોર્ડ જપ્ત કરવામાં આવ્યા હતા જેમાં કાલાવડ રોડ, યાજ્ઞિક રોડ, સરદારનગર મેઇન રોડ, એસ્ટ્રોન ચોક, રૈયાધાર મેઈન રોડ, લાખના બંગલાવાળો રોડ, ગોવર્ધનચોક, ત્રિકોણબાગ, લિમડા ચોક સહિતના વિસ્તાતોમાંથી 625 બોર્ડ-બેનર જપ્ત કર્યા હતા.
વિશેષમાં રાજકોટ મહાપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા રાજકોટ શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો ઉપર દબાણ રૂપ એવા રેકડી-કેબીન, અન્ય ચીજ વસ્તુઓ, શાકભાજી-ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું, બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવી હતી જેમાં રૈયાધાર મેઈન રોડ, લાખના બંગલાવાળો રોડ, વેસ્ટ ઝોન વિસ્તાર, કાલાવડ રોડ, ગોવર્ધનચોક, ત્રિકોણબાગ, યાજ્ઞિક રોડ, લિમડા ચોક, આહિર ચોક, એસ્ટ્રોન ચોક પાસેથી 625 બોર્ડ-બેનર જપ્ત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ધરાર માર્કેટ, મોચીબજાર, નાના મવા મેઈન રોડ, રામાપીર ચોકડી, ગાયત્રીનગર મેઈન રોડ જ્યુબેલી માર્કેટ મેઈન રોડ, ગુંદાવાડી પાસેથી રસ્તા પર નડતર રૂપ 42 રેકડી-કેબીન જપ્ત કરવામાં આવી હતી. જ્યારે સેટેલાઈટ ચોક, ચુનારાવાડ, બાપાસિતારામ ચોક, રામાપીર ચોકડી, નાણાવટી ચોક, લાખાજીરાજ રોડ, જામનગર રોડ, હોસ્પિટલ ચોક, એરપોર્ટ રોડ, ગાયત્રીનગર મેઈન રોડ, મોરબી રોડ પરથી જુદીજુદી અન્ય 272 પરચુરણ ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડીજીપી વિકાસ સહાય દ્વારા ત્રણ PIને ફરજિયાત નિવૃત્તિનો આદેશ...જાણી લો કારણ
July 04, 2024 11:53 PMઆસામમાં પૂરને કારણે અત્યાર સુધીમાં 56 લોકોના મોત, અરુણાચલમાં પણ 16 લાખથી વધુ અસરગ્રસ્ત
July 04, 2024 11:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech